Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૦ ૩૫uહી: નિમિત્ત
૨ - અને વળી U [6]અનુવૃત્તિ(૧) સ્થિતિ ડહો ધબયારુપ: 4:૨૭ ૩૫ : ની અનુવૃત્તિ લેવી (२) शरीर वाङ्मन:प्राणापाना:पुद्गलानाम् ५:१९ थी पुद्गलानाम्
U [7]અભિનવટીકા-પૂર્વ સૂત્રઃ૧૯ માં પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર કે કાર્ય જણાવ્યું તેમ આ સૂત્રમાં પણ પુદ્ગલ દ્રવ્યના અન્ય ઉપકારોને સૂત્રકાર મહર્ષિ જણાવે છે.
અત્રે આ બે સૂત્રોમાં જીવોની અપેક્ષા એ પુદ્ગલોનો માત્ર ઉપકાર જણાવવામાં આવ્યો છે.પુદ્ગલનું લક્ષણ તો પીરસન્ધવર્ણવન્ત: પુસ્ત્રિી : ૫:૨૩ માં હવે પછી જણાવાશે તે ખાસ નોંધનીય છે.
* सुख:- सुखोपग्रहो पुद्गलानाम् उपकार: સુખમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. પણ સુખ એટલે શું? જ જીવને પ્રીતિરૂપ પરિણામ એ સુખ છે.
જે સાતા વેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થતી રતિ તે સુખ
$ ઇચ્છિત સ્પર્શ, રસ,ગંધ,વર્ણ અને શબ્દની પ્રાપ્તિ તે સુખનું કારણ છે. # મનમાં આનંદ થવો તે સુખ સઘળા ઈષ્ટ પદાર્થો સુખના કારણ રૂ૫ છે. र नगादिसम्बन्धादात्मन: आल्हादः सुखम् (तस्य निमत्तता पुद्गलानाम् उपकार:)
v સાતા વેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ સ્ત્રી ભોજન વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતા આનંદ, જે સાતવેદનીય અંતરંગ કારણ અને ઈષ્ટ ભોજનાદિ બાહ્ય કારણ થી મળે છે. આબંને કારણ પુદ્ગલ રૂપ છે માટે સુખ પણ પુદ્ગલ કાર્ય છે.
* दुःख:- दुखोपग्रहो पुद्गलानामुपकारः -દુ:ખમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. પણ દુઃખ એટલે શું? છે પરિતાપ,અપ્રીતિકર આત્મ પરિણામ તે જ દુઃખ
# અસાતા વેદનીય રૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય આદિ બાહ્ય નિમિત્ત થી ઉત્પન્ન થતી અરતિ તે દુઃખ.
છે અનિષ્ટ સ્પર્શદિની પ્રાપ્તિ તે દુઃખનું કારણ છે. # ઉગ ઉત્પન્ન કરે તે દુઃખ, સધળા અનિષ્ટ પદાર્થો દુઃખના કારણરૂપ છે. कण्टकादि सम्बन्धात् परिणामो दुखं, (तस्य निमित्तता पुद्गलानामुपकार:)
૪ અસાતા વેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભોજન વસ્ત્રઆદિ દ્વારા ઉત્પન્ન થતો માનસિક સંક્લેશ-દુઃખો એ અસાતા વેદનીય કર્મના ઉદયરૂપ આંતરિક અને અનિષ્ટભોજન આદિની પ્રાપ્તિ રૂપ બાહ્ય કારણથી થાય છે. આ બંને કારણો પૌદ્ગલિક હોવાથી દુઃખએ પુદ્ગલનો ઉપકાર છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org