Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૭
અધ્યાયઃ પ સૂત્રઃ ૨૨ અત્રે ““ઉપકાર” વિષયક પ્રકરણ સાથે કાળનો પણ “વર્તના' આદિ ઉપકાર જણાવવામાં આવ્યો છે.
જો કે વર્તના આદિ કાર્ય યથાસંભવ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું જ છે, તથાપિ કાળ બધામાં નિમિત્ત કારણ હોવાથી [કાળને સ્વતંત્ર દ્રવ્ય માની અહીંયા તેનું કાળના ઉપકાર સ્વરૂપે વર્ણન કર્યુ છે.
સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ ભૂમિકા બાંધતી વખતે પણ ભણ્ય ૩૫R: તિ મત્ર રાતે | એમ કરીને આરંભ કરેલો છે. તેનો ઉત્તર આપતા સૂત્રકારે જણાવ્યું છે કે કાળનો ઉપકાર કિ કાર્ય વર્તના પરિણામ,ક્રિયા અને પરવાપરત્વછે. તે આ રીતે -
જ વર્તન-શબ્દની વ્યાખ્યા વિભિન્ન રીતે
૪ પોતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન ધર્મ આદિ દ્રવ્યોને નિમિત્ત રૂપે પ્રેરણા કરવી એ વર્તના
# સર્વપદાર્થોનીકાળને આશ્રયી જેવૃત્તિને વર્તના જાણવી, અર્થાત્ પ્રથમ સમયાશ્રિત ઉત્પતિ, સ્થિતિ તે વર્તના - કાળને આશ્રીને સંપૂર્ણ પદાર્થોનું જે હોવું(વર્તન) તે વર્તના
જ પ્રતિ સમય ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યરૂપ સ્વસત્તાથી યુકત દ્રવ્યનું વર્તવુંઅર્થાત્ હોવું તે વર્તના. જો કે દ્રવ્યો સ્વયંવર્તી રહ્યા છે,છતાં કાળ તેમાં નિમિત્ત બને છે. અર્થાત સઘળાં દ્રવ્યો સ્વંય ધ્રોવ્યરૂપે પ્રત્યેકસમયે વર્તી રહ્યા છે[એટલે કે વિદ્યમાન છે]અને એદ્રવ્યોમાં ઉત્પાદ અને વ્યય પણ પ્રત્યેક સમયે થઈ રહ્યા છે. તેમાં કાળ તો માત્ર નિમિત્ત છે.
– આ વર્તના પ્રતિ સમય પ્રત્યેક પદાર્થોમાં હોય છે. સૂક્ષ્મ હોવાથી આપણે તેને પ્રત્યેક સમયે જાણી શકતા નથી અધિક સમય થાય ત્યારે જાણી શકાય છે. જેમકે અર્ધા કલાકે ચોખા રંધાયા, તો અહીં ૨૯ મિનિટ સુધી ચોખારંધાતા નહતા અને ૩૦મી એટલે કે છેલ્લી મિનિટે રંધાઈ ગયા એવું તો કહી શકાય જ નહીં
–પ્રથમ સમયથી જ સૂક્ષ્મરૂપે ચોખા રંધાઈ રહ્યા હતા જો ચોખા પ્રથમ સમયે ન રંધાયા હોય તેમ માનીશું તો તે બીજા સમયે પણ ન રંધાયા હોય, જો બીજા સમયે ન રંધાયા હોય તો ત્રીજા સમયે પણ ન રંધાયા હોય એ રીતે વિચારતા છેલ્લા સમયે પણ ન રંધાયા હોય માટે અવશ્ય માનવું પડે કે પ્રથમ સમય થી જ તેમાં રંધાવાની ક્રિયા થઈ રહી હતી.
આ પ્રત્યેક સમયની ક્રિયા તે જ વર્તના
જ પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયે સ્વતઃ તેમજ પરતઃ જે જે ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે પરિણામ પામી રહેલું છે તેને તે તે ભિન્ન ભિન્ન સમયના સ્વરૂપ રૂપે ઓળખાવે તે વના લક્ષણ કાળ જાણવો.
$ સાદિ સાંત, આદિ અનંત,અનાદિ સાંત અને અનાદિ અનંત એ ચાર પ્રકારની સ્થિતિમાં કોઈપણ પ્રકારથી દ્રવ્યોનું જ હોવાપણું, રહેવાપણું કે વિદ્યમાનતા તે જ વર્તના કહેવાય છે.
જ પરિણામ:- પરિણામ શબ્દની વ્યાખ્યા વિભિન્ન રીતે –
# પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યનો અપરિસ્પદ રૂપ પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ રૂપે છે. એને પરિણામ સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org