Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭પ
અધ્યાયઃ પ સૂત્રઃ ૧૯
એ બંને પૌદ્ગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહકારી છે.
–જયારે જીવ શ્વાસોચ્છવાસ લે છે. ત્યારે પ્રથમતે શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. અને શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે છે.
શ્વાસોચ્છવાસ રૂપે પરિણમેલા તે પુગલોને છોડી દે છે. -આ પુદ્ગલો છોડવાની ક્રિયા એજ પ્રાણાપન [શ્વાસોચ્છવ્વાસી કે જેને પુલનું કાર્ય કહ્યું છે.
# હાથ કે અન્ય કોઈ ઉપકરણ વડે મુખ અને નાકને બંધ કરવાથી ગ્વાસોચ્છવાસ નો પ્રતિઘાત થાય છે તેમજ ગળામાં કયારેક કફ ભરાઈ જાય ત્યારે પણ સ્વાસક્રિયામાં રૂકાવટ આવે છે. જેને આધારે શ્વાસોશ્વાસ એ રૂપી પુદ્ગલ દ્રવ્ય છે તે સિધ્ધ થાય છે.
જ પુના -પુદ્ગલોની અહીં પુત્રિ શબ્દની વ્યાખ્યા પૂર્વે કરાયેલી છે. વિશેષમાં, પૂર્વસૂત્રમાંથી ૩૫ર: શબ્દની અનુવૃત્તિ અહીં લેવાની છે. જેથી પુત્રીનામું 3%8: એવુંવાકય બનશે. કેમકેશરીરાદિ ચારેમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનું કાર્ય કિ ઉપકાર છે
-પુદ્ગલ શબ્દ થકી એક વિશિષ્ટ અર્થતત્વાર્થવાર્તિકમાં જણાવેલોછે. “જેપુરુષજીવી થકી કર્મ રૂપે ગ્રહણ કરાય છે તેને પણ પુગલ કહે છે.'
* સંકલિત અર્થ - પાંચ પ્રકારે શરીર, ભાષા બોલવામાં ઉપયોગી થતા ભાષા વર્ગણાના પુદ્ગલો, વિચાર કરવામાં કામ આવતા મનો વર્ગણાના પુગલો શ્વાસોચ્છવાસ લેવા મૂકવામાં ઉપયોગી એવા શ્વાસોચ્છવાસના પુદ્ગલો - એ સર્વે પુદ્ગલો જીવો ઉપર ઉપકારમય કરે છે.
• વિશેષ:- પુદ્ગલોના કાર્ય [ઉપકાર સંબંધે કેટલીક વિશેષતાઃ
૪ અનંતા પુદ્ગલ પરમાણુઓના સ્કંધ રૂપે બનેલી અનેક પ્રકારની વર્ગણાઓ છે. તેમાંથી આઠ પ્રકારની વર્ગણાઓ બધા સંસારી જીવોને શરીર ધારણ કરવામાં, વચન બોલવામાં,મનન કરવામાં, શ્વાસોચ્છવાસમાં ઉપકારક થાય છે. તેનું આદાન-પ્રહણ પ્રત્યેક જીવ પોત-પોતાના તથા પ્રકારના કર્મના યોગે કરે છે.
3 આઠપ્રકારની કર્મવર્ગણાઃ- (૧)ઔદારિકવર્ગણા (૨)વૈક્રિયવર્ગણા,(૩)આહારક વર્ગણા, (૪) તૈજસ વર્ગણા, (૫)કાર્મણ વર્ગણા(દ)શ્વાસોચ્છવાસ વર્ગણા,(૭)ભાષા વર્ગણા,(૮)મનોવર્ગણા.
જે શરીરાદિ ચારે સંબંધે કંઈક સૂચના (૧)શરીર-શરીરને યોગ્ય પુદ્ગલ વર્ગણાઓનું ગ્રહણ સંસારી જીવમાત્રને હોય છે.
(૨)વાણી -બે ઇન્દ્રિય આદિ જીવો જીલૅન્દ્રિય ના સંયોગથી ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે. પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો ગ્રહણ કરી શકતા નથી.
(૩)મન- ફકત સંજ્ઞી જીવો જ મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે, અસંજ્ઞી જીવો ગ્રહણ કરી શકતા નથી.
(૪)શ્વાસોચ્છવાસ :-પર્યાપ્ત જીવોમાં જ શ્વાસોચ્છવાસ હોય છે. અપર્યાપ્ત જીવોમાં શ્વાસોચ્છવાસ ક્રીયા હોતી નથી.
જ પ્રશ્ન - જુવો આ પુદ્ગલોને શામાટે ગ્રહણ કરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org