Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
અધર્મ અધર્મ [અધર્મ દ્રવ્ય] ૩૫ાર: ઉપકાર કાર્ય [] [6]અનુવૃત્તિ:-પૂર્વ સૂત્રની કોઇ અનુવૃત્તિ નથી. [][7]અભિનવટીકાઃ- ધર્મ અને અધર્મ બંને દ્રવ્યો અમૂર્ત હોવાથી ઇન્દ્રિય ગમ્ય નથી. એ બંને દ્રવ્યોની સિધ્ધિ લૌકિક પ્રત્યક્ષ પ્રમાણ થકી થઇ શકતી નથી. જો કે આગમ પ્રમાણ થી તેમનું અસ્તિત્વ માનવામાં આવે છે અને આગમપોષક એવી યુકિતઓ પણ છે કે જે ઉકત દ્રવ્યોનું અસ્તિત્વ સિધ્ધ કરે છે.
જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ એવા બે પદાર્થો છે જીવ અને પુદ્ગલ આ ગતિ અને સ્થિતિ બન્ને ધર્મ અને અધર્મ દ્રવ્યોનું પરિણામ અને કાર્ય છે.
જો કે ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ જીવ અને પુદ્ગલ જ છે. તો પણ કાર્યની ઉત્પત્તિમાં અવશ્યઅપેક્ષિત અને ઉપાદાન કારણથી ભિન્ન એવું કોઇ નિમિત્ત કારણ તો હોવું જ જોઇએ. આ નિમિત્ત કારણ તે જ ધર્મ અને અધર્મ દ્રવ્ય.
૬૪
જીવ અને પુદ્ગલની ગતિમાં નિમિત્ત રૂપે ધર્માસ્તિકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધર્માસ્તિકાયની સિધ્ધિ થઇ જાય છે. આઅભિપ્રાયને લીધેજ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું લક્ષણ બતાવતા કહ્યું કેઃ
ધર્માસ્તિકાય નું લક્ષણ-‘ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું ’’ તે છે. —અધર્માસ્તિકાયનું લક્ષણ-‘‘તે પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત થવું’’ તે છે. જગત્તિ:- ગમનરૂપ ક્રિયા, એક સ્થાને થી બીજા સ્થાને જવું
- देशान्तरप्राप्ति लक्षणाया: (गति)
બાહ્ય અને અભ્યન્તર કારણોથી પરિણમન કરવાવાળા દ્રવ્યને દેશાન્તર પ્રાપ્ત કરાવનાર પર્યાય તે ગતિ
જસ્થિતિઃ- સ્થિતિ- રહેવું, એક જ સ્થાને સ્થિર થવું તે - स्थिति : (इति) एक देशावस्थान लक्षणायाः
- પોતાના સ્થાન થી ચ્યુત ન થવું કે ખસવું નહીં, તેને સ્થિતિ કહે છે.
૩૫પ્રહ:-ઉપગ્રહ એટલે નિમિત્ત(કારણ) જેમકે ગતિમાં નિમિત્ત થવું તે ધર્માસ્તિકાયનું કાર્ય છે. એમ કહ્યુ તેથી તિપ્રદ્દ: એટલે ગતિમાં નિમિત્ત થવું કે ગતિનું નિમિત્તકારણ અર્થ થશે.
--સ્વોપજ્ઞ ભાષ્યમાં ૩પપ્રદ્દ શબ્દના પર્યાયોને જણાવતા કહ્યુ છે કે ઉપગ્રહ-નિમિત્તઅપેક્ષા-કારણ અને હેતુ એબધા સમાનર્થી શબ્દો છે.
—ઉપગ્રહ એટલે અનુગ્રહ, દ્રવ્યોની શકિતના આવિર્ભાકરણમાં કારણ હોવું
ધર્મઃ- ધર્મ એટલે ધર્માસ્તિકાય,ધર્મદ્રવ્ય
સામાન્ય વ્યવહારમાં તેને ગતિ સહાયક દ્રવ્યરૂપે ઓળખાવાય છે. -ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવાનું કાર્ય કરતું દ્રવ્ય તે ધર્મ દ્રવ્ય. મેં અધર્મ:- અધર્મ એટલે અધર્માસ્તિકાય,અધર્મદ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org