Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ર
જીવના પ્રદેશો પણ લોકાકાશની બહાર ફેલાઇ શકે તેવો પ્રસંગ આવતો નથી.
પ્રશ્નઃ- પુદ્ગલ અને જીવ એ બંનેનો સંકોચ અને વિકાસ પામવાનો સ્વભાવ હોવા છતાં પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશ માં રહી શકે છે અને જીવ દ્રવ્ય એક પ્રદેશમાં રહી શકતું નથી એનું કારણ શું?
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સમાધાનઃ- આ પ્રશ્ન નું હાર્દ તપાસતા જણાશે કે અહીં પણ મૂળ સમસ્યા તો જીવના પ્રદેશના સંકોચને લગતી જ છે.
ઉપરોકત પ્રશ્નમાં જણાવ્યા મુજબ પ્રથમ વાત તો એ જ છે કે જીવોના પ્રદેશોનો સંકોચ કાર્પણ શરીર અનુસારે થાય છે તેથી કાર્પણ શરીર ના સંકોચ જેટલો જ જીવના પ્રદેશો નો સંકોચ થવાનો છે. અંનતાનંત પુદ્ગલના સમૂહરૂપ એવું આ કાર્પણ શરીર ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાત ભાગ ક્ષેત્રને અવગાહેછે. તેનાથી ઓછુંઅવગાહન ક્ષેત્ર કદી થતુંનથી,કેમ કે તેથી વધુ તેનો સંકોચ થઇ શકતો જ નથી પરિણામે જીવદ્રવ્ય,પુદ્ગલદ્રવ્ય ની માફક એક-બે કે સંખ્યાતા પ્રદેશ ક્ષેત્રમાં રહી શકતું નથી.
પ્રશ્નઃ- સિધ્ધના જીવો ને તો કાર્મણ શરીર રહેતું નથી તો પણ તેની અવગાહના પૂર્વના શરી૨ પ્રમાણ ન થતાં,પૂર્વના શરીર થી ૨/૩ ભાગ કેમ રહે છે?
સમાધાનઃ- જીવને પ્રાપ્ત થયેલ મનુષ્ય શરીરનો ત્રીજો ભાગ પોલાણવાળો માનવામાં આવેલ છે.
જીવ જયારે મોક્ષગમન પૂર્વે છેલ્લે યોગનિરોધ કરે છે ત્યારે આ પોલાણ પૂરાઇ જાય છે. તેને લીધે કુલ અવગાહનાનો ૧/૩ભાગ સંકોચાઇ જાય છે. તેથી જયારે તે સિધ્ધ થાય છે ત્યારે મૂળ શરીરની ૨/૩ભાગની જ અવગાહના રહે છે.
વળી જે અવસ્થામાં તે સિધ્ધ થયેલ હોય તે અવસ્થા મુજબની જ અવગાહના તેની સિધ્ધાવસ્થામાં રહે છે. જેમ કે મરુદેવી માતાહાથીની અંબાડી એ બેઠા બેઠા નિર્વાણ પામ્યાતો સિધ્ધશીલા ઉપર પણ તેના આત્મ પ્રદેશો એ બેઠા આકારના ૨/૩ ભાગ જેવીજ આકૃત્તિમાં ફેલાઇને રહેલા હોય છે.
એક વાત નોંધપાત્ર ખરી કે એક વખત જીવ સિધ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યાર પછી તેના પ્રદેશો નોસંહાર કેવિકાસ કદાપી થતોનથી. કેમ કેસંહાર[સંકોચ] કેવિકાસ [અર્થાત્વિસ્તરણ] નું કાર્યકાર્પણ શરીર ને લીધે થાય છે .જેવુંનિર્માણ નામ કર્મ હોય તે મુજબ શરીર નાનું-મોટું હોઇ શકે છે પણ સિધ્ધોને તો એક પણ શરીર રહેતું જ નથી. સર્વથા કર્મનો ક્ષય થઇ ગયો હોવાથી કાર્યણ શરીર નો પણ પ્રશ્ન જ નથી તેથી સિઘ્ધ અવસ્થાને પ્રાપ્ત કરેલ જીવના પ્રદેશોમાં ક્યારેય વધઘટ થઇ શકે નહીં તેતો સાદિ અનંત સ્થિતિ પર્યન્ત એ જ સ્વરૂપે રહેવાના છે.
[] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભ:- વમેવ પસી નીવે વિ નં રિસયં પુનઃવક્મ નિવૃદ્ધ કવિ વિશેફ તે असंखेज्जेहिं जीवपदेसेहि सचितं करेइ खुड्डिड्यं वा महालियं वा । • राज. सू. १८७५
સૂત્રપાઠ સંબંધઃ- રાજા પ્રદેશીના હાથી અને કુંથુના જીવની સમાનતા અંગેના પ્રશ્નનો આ પાઠ છે. આખો પ્રશ્ન જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તે આગમમાં પણ જીવના પ્રદેશો નો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International