Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૩
૪૭
જીવે વિચારવું જેવું કે હે જીવ! આ લોકમાં તારે કયાં રહેવાનું છે? આ લોકની એવી કોઇ ભૂમિ કે ક્ષેત્ર નથી જયાં તે વસવાટ ન કર્યો હોય. છતાં પણ હજી એ જ ભૂમિનું મમત્વ રાખે છે. તું જે ભૂમિમાં માલિકી ભાવના રાખે છે તે ભૂમિ આજે તારી છે, કાલે નહીં હોય, અને ગઇ કાલે જે તારી હતી તેને તું આજે જાણતો પણ નથી. જન્મ મરણાદિ થકી આ સમગ્ર લોક તું ભટકેલો છે તો પણ હજી પુગલોના રાગવશ થઇને તારી ભટકણ વૃત્તિ ગઇ નહીં? હવે એટલું જ વિચાર કે લોકમાં તારે કોઇ ક્ષેત્રની સ્પર્શના બાકી નથી અને અલોકમાં તારું ગમન શકય નથી માટે આ ગતિ ક્રિયા નો નિરોધ કરી શાશ્વત એવી સિધ્ધશીલાના સ્થાને સ્થિર થઇ જા
અધ્યાયઃ૫-સૂત્રઃ૧૩
[1]સૂત્રહેતુઃ- ધર્મ અને અધર્મ દ્રવ્ય લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે સ્થિતિ ક્ષેત્રની મર્યાદા આ સૂત્ર થકી જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ- શ્રધર્મયો: મૃત્યું [] [3]સૂત્રઃપૃથક્ઃ- ધર્મ - અધર્મયો:
कृत्स्ने
[4]સૂત્રસારઃ- ધર્મઅને અધર્મ [દુવ્ય] સંપૂર્ણ [લોકાકાશમાં રહેલા છે] [અર્થાત્ તેની સ્થિતિ સમગ્ર લોકાકાશમાં છે
[] [5]શબ્દજ્ઞાનઃ
ધર્મ-ધર્મ-ધર્માસ્તિકાય કે ધર્મદ્રવ્યરૂપે વ્યાખ્યા થયેલી છે અધર્મ--અધર્મ-અધર્માસ્તિકાય કે અધર્મદ્રવ્ય શબ્દથી વ્યાખ્યા થઇ છે નૃત્ને-સંપૂર્ણ,દુધમાં પાણી સમાય તે રીતે સંપૂર્ણ લોકાકાશમાં ] [6]અનુવૃત્તિ:लोकाकाशेऽवगाहः ५:१२
] [7]અભિનવટીકાઃ- પૂર્વસૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એ વાત જણાવી ગયા કે ધર્માદિ દ્રવ્યો લોકાકાશને વિશે રહે છે. પરંતુ લોકમાં આ દ્રવ્યો કઇ રીતે વ્યાપ્ત છે? લોકના કેટલા ક્ષેત્રને અવગાહે છે ? તે વાત જણાવી ન હતી. તેનો ખુલાસો કે સ્પષ્ટીકરણ પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ એ રીતે જણાવે છે
કેઃ
‘‘ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય નો અવગાહ સમસ્ત લોકાકાશમાં છે’’ આટલી વ્યાખ્યા થી ઉપરોકત બંને પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત થઇ જાય છે (૧)લોકના સમસ્ત ક્ષેત્રને અવગાહીને આ દ્રવ્યો રહેલા છે (૨) સમગ્ર લોકમાં ધર્મ અધર્મ બંને દ્રવ્યો વ્યાપ્ત છે.
ધર્માધર્મયોઃ સૂત્રમાં પ્રથમ પદ ધર્માધર્મયો: મુકયું જે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોનું સૂચક છે. પૂર્વે આ અધ્યાયમાંજ તેની વ્યાખ્યા કરાયેલી છે અહીં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International