Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પ૭
અધ્યાય: ૫ સૂત્ર: ૧૫ સમૂહરૂપ છે, એમના સંબંધથી એકજ જીવના પરિમાણમાં અથવા વિવિધજીવોના પરિમાણમાં વિવિધતા આવે છે.
કર્મો સદા એક સરખા રહેતા નથી એમના સંબંધથી ઔદારિક આદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે તે પણ નામ કર્માનુસાર નાના, મોટા, પાતળા જાડા હોય છે. જીવદ્રવ્ય મૂળભૂત પણે તો અમૂર્ત જ છે તેમ છતાં કર્મસંબંધને લીધે મૂર્તવત્ બની જાય છે એથી જયારે જયારે જેટલું જેટલું દારિકાદિ શરીર એને પ્રાપ્ત થાય છે ત્યારે એનું પરિમાણ તેટલું તેટલું હોય છે.
આ રીતે નિર્માણ નામકર્માદિ પ્રવૃત્તિ ની વિભિન્નતાને લીધે જીવો ના પરિમાણમાં ન્યૂનાધિકતા દેખાય છે.
જ પ્રશ્નઃ- અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં શરીરધારી અનંતજીવો કેવી રીતે સમાઈ શકે?
– સમાધાન- જીવના બાદર અને સૂક્ષ્મ બંને ભેદો છે તેમાંથી સૂક્ષ્મ ભાવમાં પરિણમેલા હોવાથી નિગોદ શરીરથી વ્યાપ્ત એક જ આકાશ ક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત જીવો એક સાથે રહે છે. વળી સૂક્ષ્મ જીવો અશરીરી હોવા છતાં તેનો બાદર શરીર થી પ્રતિઘાત થતો નથી કે તેઓનો પરસ્પર પણ પ્રતિઘાત થતો નથી, કેમ કે તેઓ અપ્રતિઘાતી શરીરી છે માટે અનંતા જીવો એક શરીરમાં રહે છે.
વળી મનુષ્ય આદિના એક ઔદારિક શરીરની ઉપર તથા અંદર અનેક સંમૂર્ણિમ જીવોની સ્થિતિ જોવા મળે છે. તો પછી લોકાકાશ માં અનંતાનંત જીવોનો સમાવેશ થાય તેમાં નવાઈ શી? પ્રશ્નઃ-તમે અનુવૃત્તિ તો એllો શબ્દની કરી છે અને અહીંઅર્થ
ટોચ્ચ કર્યો તે કઈ રીતે ચાલે?
અર્થવશાત્ વિપરિત: પરિણામ: એ પરિભાષા મુજબ અર્થને આધીન વિભકિત ફેરફાર થઈ શકે છે તેથી અહીં સપ્તમીનું ષષ્ઠી કર્યું છે.
* પ્રશ્નઃ- જો લોકાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં જીવોનો અવગાહ છે, પછી બે-ત્રણ કે ચાર અસંખ્યાતમાં ભાગમાં પણ જીવોનો અવગાહ છે. તો જીવોના અવગાહમાં વિશેષ ભેદ શું રહ્યો?
સમાધાન- આ પ્રશ્ન અસંખ્યાત નામક સંખ્યા વિશેનું અજ્ઞાન દર્શાવે છે કેમ કે મધ્યમ અસંખ્યાતાના અસંખ્યાત ભેદ છે. અને આમાંનો પ્રત્યેક ભેદ એક અલગ સંખ્યા હોવાથી જીવોના અવગાહમાં વિશેષ ભેદ સ્પષ્ટ પણે અલગ પડવાનો જ છે.
U [8]સંદર્ભ# આગમ સંદર્ભ[ સમુગ્ધા સબ... અસંવેમા |
* प्रज्ञा. प. २ जीवस्थानाधिकारे સૂત્રપાઠ સંબંધ-પૃથ્વીકાયથી આરંભીને મનુષ્યાદિ સુધીના અધિકારમાં અનેક સ્થાને આ પાઠજોવા મળેલ છે. માટે એવું સામાન્ય નામ જણાવી તે પદના સૂત્રોનો ઉલ્લેખ કર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org