Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્ય (૧) પ્રથમ પદ્ય પૂર્વ સૂત્ર :૨૪માં કહેવાઈ ગયું છે (૨) બીજું પદ્ય-સૂત્રઃ૧૫ અને ૧ નું સંયુકતઃ
લોકભાગે અસંખ્યાત,જીવોની સ્થિતિ કેમ કે
તે પ્રદેશ દિવા પેઠે, સંકોચે તેમ વિસ્તરે [10] નિષ્કર્ષ - અહીં સૂત્રકાર જણાવે છે કે જીવોની સ્થિતિ લોકાકાશ ના અસંખ્યાતમા ભાગથી માંડીને સંપૂર્ણ લોકાકાશ પ્રદેશોમાં હોય છે પણ સંપૂર્ણ લોકાકાશ પ્રદેશમાં જીવની સ્થિતિ થાય કયારે?
-કેવળી સમદ્યાત જીવ કરે ત્યારે - જીવ કેવળી સમુઘાત કરે કયારે?
– મોક્ષગમન પૂર્વે આયુષ્યના કર્મની સ્થિતિ કરતા નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણે કર્મોની સ્થિતિ અધિક ભોગવાની હોય તો તે ત્રણે કર્મોની સ્થિતિઓને આયુષ્ય કર્મની જેટલી સ્થિતિવાળી બનાવવા જીવ કેવળી સમુદ્રઘાત કરે છે. અને અપવર્તના થકી ત્રણે કર્મોનો ઘણો વિનાશ કરે છે.
આખી વાતનું તાત્પર્ય એ કેમોક્ષે જવા પૂર્વે જો જીવ કેવળી સમર્ઘાત કરે તો તેના પ્રદેશો સમગ્ર લોકાકાશ માં સંપૂર્ણ વ્યાપ્ત બને. અર્થાત જો આપણે સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થવું છે તો મોક્ષનો પુરુષાર્થ કરવો જ પડશે તે કરવાથી કદાચ કેવળી સમુદ્ધાતની જરૂર ન ઉદ્ભવે તો પણ લોકાગ્ર સ્થિતિ ની સાદિ અનંત જગ્યા ચોક્કસ પ્રાપ્ત થવાની
OOOOOOO
અધ્યાયઃ૫-સૂત્રઃ ૧૬ U [1]સૂત્રહેતુ- જીવનો અવગાહ લોકના ભિન્ન ભિન્ન ભાગોમાં હોય છે તે કઈ રીતે છે? તે આ સૂત્ર જણાવે છે.
D [2]સૂત્રમૂળઃ- * પ્રાસંહાવિધ્યાં વીપર્વત 0 [3]સૂત્ર પૃથક - સંહાર - વિખ્યામ્ - પ્રવીવિત્
U [4] સૂત્રસારઃ- દીપકની જેમ જીવના પ્રદેશો નો સંહાર અને વિસર્ગઅર્થાતુ સંકોચ અને વિસ્તાર) થાય છે [પરિણામે લોકના અસંખ્યાતમાં ભાગ થી માંડીને સંપૂર્ણ લોક પર્યન્ત જીવોનો અવગાહ હોય છે.
U [5]શબ્દજ્ઞાનપરેશ- પ્રદેશ- જેનો વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્મ અંશ સંહાર - સંકોચ : વિ- વિસ્તાર પ્રવીપવત્ - દીપક-દીવાની માફક *દિગમ્બર આમ્નાય મુજબ અહીં પ્રશસંહાર વિસપ પવત એવું સૂત્ર બનાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org