Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૫
૫૫
જાય છે. પણ વિભિન્ન ટીકાકારો ના મંતવ્યોને આધારે વિશિષ્ટ સમજ માટે અહીં મુદ્દાસર રજૂઆત કરેલી છે.
લોકાકાશ સ્વયં અસંખ્ય પ્રદેશ પરિમાણ છે.
આ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકારો છે.
અહીં લોકાકાશ ના એવા અસંખ્યાતા ભાગની કલ્પના કરવી કે જે અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ હોય.
કારણકે કોઇપણ જીવનુંસૂક્ષ્મતમ શરીર પણ અંગુલના અસંખ્યાતમાં ભાગથીનાનુ કદાપી હોઇ શકે નહીં-જીવના શરીરનું આ જધન્ય માપ છે.
” જો કે આટલો નાનો ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે
અસંધ્યેયમાળાવિજી:- સૂત્રકાર મહર્ષિ એ આ જ કારણ થી જીવના અવગાહન ક્ષેત્રનું આરંભ બિંદુ ‘‘અસંખ્યેયભાગ’’ એવું મુકેલું છે.
– અસંખ્યેય ભાગાદિષુ એ સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ છે. – असङ्ख्येयश्चासौ भागश्च स असङ्ख्येयभागः
- असङख्येय भाग आदिर्येषां तेऽसङ्ख्येयभागादयः - तेषु
—જેની આદિમાં અસંખ્યેય ભાગ છે તે-અર્થાત્-લોકનો અસંખ્યાતમો ભાગ [ કે જે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે] ત્યાંથી માંડીને સંપૂર્ણ લોકાકાશ સૂધીનો પ્રદેશ. નીવાનામ્:-જીવો ના પૂર્વે આ શબ્દની વ્યાખ્યા કહેવાઇ ગઇ છે
—ગીવાનામ્ ત પૃથવીયિાવીનામ્। પૃથ્વીકાય થી લઇને પૂર્ણ પંચેન્દ્રિય સુધીના સર્વે જીવો --ળીવાનામ્ શબ્દ બહુવચનમાં મૂકવાનું કારણ એ છે કે જીવો અનન્ત છે પ્રત્યેક જીવ એક સ્વતંત્ર જીવદ્રવ્ય છે.
” અનુવૃત્તિઃ - પૂર્વના બે સૂત્રોની અહીં અનુવૃત્તિ કરવામાં આવી છે. તેથી નીવાનામ્ શબ્દ સાથે અવાહ: જોડવાનું છે અને અસય માવિવુ પૂર્વે હોવાાંશ શબ્દ જોડવાનો छे तेथी लोकाकाश [ प्रदेशानाम् ] असङ्ख्येयभागादिषु ने जीवानाम् अवगाहः
બીજું માન્ય:શબ્દની અનુવૃત્તિ પણ અહીં પરોક્ષ રીતે સંકાડાયેલી છે કેમ કે જીવ પણ પુદ્ગલની માફક અસંખ્યાતમાં ભાગથી આરંભીને લોકાકાશ પર્યન્ત વિકલ્પે રહે છે. પણ આ વાત સમજી શકાય તેવી હોવાથી સ્પષ્ટ ઉલ્લેખ નથી.
* વિશેષાર્થ:
અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ લોકાકાશના અસંખ્ય ભાગ કલ્પવા
કોઇ પણ જીવની અવગાહના ઓછામાં ઓછી આટલા પ્રદેશ ક્ષેત્રમાં તો હોય જ
પુદ્ગલની જેમ જીવો પણ વ્યકિત રૂપે અનેક છે તથા દરેક જીવનું અવગાહન ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન હોય છે તેથી લોકાકાશ અસંખ્યાતમાં ભાગથી આરંભ કર્યો છે. તેનો અર્થ એ કેઃકોઇ જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એવા લોકાકાશના અસંખ્યાતમાં ભાગ પ્રદેશ ક્ષેત્રમાં રહે છે.
કોઇ જીવ આવા બે અસંખ્યાતમા ભાગ-પ્રદેશ ક્ષેત્ર-માં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org