Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતે સંકોચ અને વિસ્તાર રૂપ પરિણમન ને કારણે અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં પણ અનંતાનંત જીવ પુદ્ગલોનું અવસ્થાન થઇ શકે છે તે કથન સામે કોઇ વિરોધ જણાતો નથી.
બીજુ આકાશની અવગાહન શકિત પણ વ્યાધાત રહિત છે તેમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્યના પ્રદેશો જેમ રહે છે. તેમ પુદ્ગલના પણ અનંત પ્રદેશો રહી શકે છે.
[] [8]સંદર્ભઃઆગમ સંદર્ભઃ
(१) एएसि णं भंते परमाणु पोग्गलाणं संखेज्जपएसियाणं, असंखेज्जपएसियाणं, अणंतपएसियाणं य प्रज्ञा. प. ३-सू. ९२-१
(२) प्रज्ञापनासूत्रे तृतीयपदे पुद्गलद्वारे सूत्र. ११९-१ अपि एतद् सूत्रस्य संगत पाठः वर्तते । ૐ તત્વાર્થ સંદર્ભ:- નિશ્પક્ષત્વાત્ વન્ય: ૧:૨૩ અન્યગ્રન્થ સંદર્ભઃ
૪૦
(૧)નવતત્વ ગાથા-૧૦ વિવરણ (૨)લોક પ્રકાશ સર્ગઃ૧૧ શ્લોકઃ [] [9]પદ્યઃ
(૧)
સંખ્ય અસંખ્ય અનંત ભેદે પુદ્ગલોને જાણીએ પરમાણુ હોયે અપ્રદેશી સૂત્ર થી વિચારી એ બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ૯ માં કહેવાઈ ગયું છે
(૨)
[] [10]નિષ્કર્ષઃ- આધુનિક વિજ્ઞાન અને તેની શોધ તથા માન્યતા ને ટક્કર મારે તેવી વાત આ પરમાણુઓના સંયોજન કે વિભાજન થી થતા સંખ્યાત-અસંખ્યાત-અનંત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધો થકી સૂત્રકારે જણાવી છે. આ જગતમાં દેખાતો નાનામાં નાનો કે સૂક્ષ્મતમ પદાર્થ થી માંડીને સંપૂર્ણ દૃશ્યમાન જગત એ આ પુદ્ગલોનો જ વિકાર છે. એ સચોટ વાત આપણને તેના પ્રદેશોના સ્વરૂપ થકી સમજાય છે.
છતાં નિષ્કર્ષ માટે એક સુંદર વાત ધ્યાન પર આવી કે મૂર્ત અથવા રૂપી પદાર્થોમાં જ સંયોજન કેવિભાજન થાય છે કદી કોઇ એક જીવ દ્રવ્યના ટુકડા કે તેમાં નવા પ્રદેશોનું ઉમેરાવું શકય નથી. અમૂર્ત દ્રવ્યોમાં સંશ્લેષ કેવિશ્લેષ થતાંજ નથી જો આપણે ભવચક્ર રૂપી પર્યાયો માં વિખેરાયા કરવું ન હોય તો મૂર્ત એવા પુદ્ગલ નહીં પણ અમૂર્ત એવા ધર્માદિ દ્રવ્યો જ આદર્શરૂપ ગણી ને જીવન વિકાસ સાધવો જાઇએ, કેમ કે દ્રવ્ય રૂપે જીવ દ્રવ્ય ભલે અખંડ હોય પણ પર્યાય રૂપે તો તે વિવિધ પર્યાયોને પ્રાપ્ત થાય જછે જયારે જીવ રૂપી તત્વોનો સંયોગ છોડશે ત્યારે જ તે અરૂપી પણાને અર્થાત્ સિધ્ધાવસ્થાને પામી શકશે અને જો સિધ્ધાવસ્થાને પામવી જ છે તો મોક્ષ રૂપ એક પુરુષાર્થની સાધના કરવી જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org