Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૪
૧૯ (૨) રુપમ્ પુ ત ત પUT: [સપ્તમી બહુવચન) एषु भेटर पुद्गलेषु-परमाणु-आदिषु
પુગલ-પરમાણુ માં રહેલ રૂપ-મૂર્તિ આકાર ને રૂપી કહ્યું છે. જેમ તલમાં તેલ રહે છે તેમ પુદ્ગલોમાં રૂપ વિદ્યમાન છે
આ રીતે પUT: શબ્દની વ્યુત્પત્તિ બે રીતે બતાવી છે ષષ્ઠીને લીધે સમ્બન્ધ ની અપેક્ષાથી, સપ્તમી હોવાથી અધિકરણ અપેક્ષા છે. અહીં રુપ શબ્દથી ગ્રાહ્ય એવા રૂપાદિ ગુણ અર્થાત વર્ણ-રસ-ગંધ-સ્પર્શ કદાપી પુદ્ગલ દ્રવ્ય થી અલગ થયા નથી-થતા નથી થશે પણ નહીં. તેનો ભેદ વ્યવહાર જણાવવા આ રીતે ઉદાહરણ આપી શકાય. જેમ કે પાકી કેરી હોય તો તેનો રંગ પીળો છે, પીળી કેરીનો રસ અર્થાત્ સ્વાદ મીઠો છે, મીઠી કેરીની ગંધ સુંદર અર્થાત્ તે કેરી સુગંધી છે ,સુગંધી પાકી કેરીનો સ્પર્શ સ્નિગ્ધ છે.
– પુદ્ગલને રૂપી કહ્યા પણ રૂપી એટલે રૂપ (વાન) અથવા મૂર્તિ (માન)
–તો મૂર્તિ એટલે શું? રૂપાદિના ગોળત્રિકોણ-ચતુષ્કોણ-લાંબા-પહોડા વગેરે પરિણમન ને મૂર્તિ કહે છે. જેને રૂપ છે તે અથવા જેનામાં રૂપ છે તે રૂપી કહેવાય છે.
–અહીંરસ-ગંધ-સ્પર્શનું પ્રત્યક્ષ રાહણનોવાછતાં વર્ણઅર્થાતરૂપસાથે તેનોઅવિનાભાવી સંબંધ હોવાથી રૂપી શબ્દના અર્થમાં આ ચારે નોઆપો આપ સમાવેશ થઈ જશે.
વિશેષ:- પુદ્ગલ અને રૂપી શબ્દનો અર્થ જોયા પછી તેના વિશે કેટલીક વિશેષ હકીકતોને જણાવે છે ?
# રૂપ, મૂર્તત્વ,મૂર્તિ એ બધાં સમાનાર્થક શબ્દો છે
-રૂપ-રસ વગેરે જે ગુણો ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે તે ઇન્દ્રિય ગ્રાહ્ય ગુણો જ મૂર્તિ કહેવાય છે. - -
પુલોના ગુણો ઈન્દ્રિય ગ્રાહ્ય છે એથી પુલએ મૂર્ત એટલે કે રૂપી છે. તેથી જ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો થકી પુદ્ગલનું કે પુદ્ગલના ગુણોનું પ્રત્યક્ષ જ્ઞાનથઇ શકે છે. જેમ કે આંખ થકી દેખાતું રૂપ [વર્ણી એ પુદ્ગલ છે, જીભથી પ્રાપ્ત થતો સ્વાદ પુદ્ગલ છે. કેમ કે વર્ણની સાથે રસ-ગંધ-સ્પર્શ આવી જ જાય છે
સારાંશ એ કે જગતમાં જે કંઈ દેખાય છે તે કેવળ પુદ્ગલ નો જ વિકાર છે
–ઉપર પુદ્ગલ કે પુદ્ગલના ગુણ એવું જેવાકય કહ્યું તેનું કારણ એ છે કે જો કે પુદ્ગલ દ્રવ્યથી રૂ૫ [વણી ભિન્ન નથી કેમ કે દ્રવ્યને છોડીને અલગ કોઈ વર્ણાદિની ઉપલબ્ધિ હોઈ શકે જ નહીં, તો પણ પર્યાયાર્થિક નય અપેક્ષાએ કથંચિત્ ભેદ છે [તે દર્શાવવા જ ભાષ્યકાર મહર્ષિ પણ ષષ્ઠી અને સપ્તમી યુકત એવી બંને વ્યાખ્યા રજૂ કરે છે) પુદ્ગલ દ્રવ્ય સ્થિર રહે છે પણ રૂપાદિ પર્યાયો ઉત્પન્ન થાય છે-નષ્ટ પામે છે. દ્રવ્ય અનાદિ છે જયારે રૂપાદિઆદિમાન્ છે. આ ભેદ વિવલા થી પુદ્ગલ કે પુદ્ગલના ગુણ એવો ભેદ સમજવો
$ શું બધાં પુદ્ગલ ઇન્દ્રિય ગ્રાહ્ય છે? જો કે અતીંદિય હોવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ દ્રવ્યો અને એમના ગુણો ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, છતાં પણ વિશિષ્ટ પરિમાણ રૂપ અમુક અવસ્થામાં તે જ પુદ્ગલ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org