________________
ગાઉ દૂર છે. જે માણસો પરમાર્થ સાથે સ્વાર્થને વેચે છે તેમની પાસે સધળાં સુખો ચાહી ચાલીને આવે છે. માટે પુત્રપ્રાપ્તિ અર્થે કઈ પણ જાતના ભામામાં છવ ન રાખતાં આજથી પરોપકારમાં જીવ રાખો તે એના પક્ષ ફળ તરીકે કદાપિ, ભાગ્યમાં હશે તે, પુત્ર- પ્રાપ્તિ પણ થશે.”
રંભા શેઠાણનાં આ વચન સાંભળી શેઠ સંતોષ પામ્યા. પિતાની ભૂલ હેમને પ્રત્યક્ષ જણાઈ. બાવાજી ઉપર અત્યંત ગુસ્સો થયો અને હેમની હડેલી આંખ જોઈ બાવાજી પણ નીચું જોઈ ગયા. હવે કેવી રીતે અહીંથી નાસવું તે જ વિચાર બાવાના મનમાં ઘોળાવા લાગ્યો. શેઠાણું બાવાના હોં ઉપરથી એને ગભરાટ સહમજી ગયાં
અને પોતે સ્વભાવથી જ દયાળુ હોવાથી બેલ્યાં “રે ધૂર્ત ! આજથી શિખ કે, દુષ્ટ ઈરાદાનું ફળ કડવું જ હોય છે. આ એકાંત જગામાં હને સારી રીતે મેથીપાક આપવા શેઠજી તલપી રહ્યા છે પણ હારા કરતાં અમારે જ વાંક વધારે હોવાથી હું હને જ કરું છું; જા, જલદી ચાલ્યો જ. પણ આટલું હારા પસ્તાતા હદયમાં કોતરી રાખજે કે, દેવ રૂપ માણસે પોતે દુઃખ વેઠીને પણ બીજાનું હિત કરે છે; માણસ જેવા માણસો પોતાનું હિત સાચવીને બીજાનું હિત કરે છે; અને રાક્ષસ રૂ૫ માણસો બીજાને તૂટીને પિતાનું હિત કરે છે. આ ત્રણમાંના પહેલા વર્ગમાં હારાથી ન અવાય તે ફિકર નહિ, પણ બીજા વર્ગમાં આવવા જેટલો તે ઉદ્યમ જરૂર કરજે અને આમલેકને ભમાવવા-લૂટવા–ડૂબાવવાની કોશીશ કદાપિ કરતા ના.”
નરમ પડી ગયેલે–પસ્તા–સુધરવાના ઠરાવપર આવેલો આવે, “જોગ માયા” જેવી સતીને આ હુકમ માથે ચડાવી નીચે
ડે ચાલતો થયો.
Scanned by CamScanner