________________
ભૂષણ ભઈ સાથે પિતાની હામે થનાર મૂછિત ભાણસને ઉપાડી ચાલતા થયા. આ પ્રસંગે વિચંદ્ર,વિધુતબાળા વગેરેએ લુટારૂઓને ઘણએ આજીજી કરી પણ તેઓએ તે પર કાંઈ લક્ષ આપ્યું નહિ. વિદ્યુતબાળાના કાલાવાલાથી દયા ઉત્પન્ન થવાને લીધે છેવટે એટલો દીવાસો તેઓ આપતા ગયા કે તેઓ હેને હેમના શિરદાર પાસે લઈ જઈ કાંઈ પણ ઈજા કર્યા વગર છોડી મૂકશે અને ત્યાર પછી જ હેમના બને ઘવાયેલા બતીઓને ઉપાડી જશે.
ત્રણ લૂટારાઓ સુદર્શનને ઉંચકી સુમારે બે માઈલ દૂર ગયા પછી થાક ખાવા એક વૃક્ષ તળે બેઠા અને ખરે મધ્યાન્હ હોવાથી ઉગ્ર ગરમીને લીધે તેઓમાં જરા સુસ્તી આવવા લાગી. પિતાને કેદી મૂચ્છિત દશામાં હોઇ તેઓ નિર્ભય હતા તેથી હેને એક બાજુએ મૂકી પિતે ઘડી લેટી ગયા. આ તકનો લાભ લઈ સુદર્શન બેઠો થયે અને તેઓનાં ભયંકર હથીઆર ઉપાડી જવા તથા તે વડે તેઓનું જ ખૂન કરી વૈર વાળવા હૈને ઈચ્છા થઈ આવી. પરંતુ એ 'કામ હીચકારું છે એવો ખ્યાલ આવવાથી તે ખાલી હાથે અને કાંઈ પણ ઇજા કર્યા સિવાય ન્હાવા લાગે. એમ કરવા પહેલાં હેણે પિતાની ધતીનો છેડો ફાડીને ઘા ઉપર મજબુત બાંધ્યું. આવતી વખતે મૃચ્છના ઢગ કરવાનું હોવાથી પોતાની આંખો બંધ રાખવી પડી હતી તે કારણથી રસ્તાનું હેને કોઈ સમરણ રહ્યું નહતું અને પદચિન્હ જોઈ જેઈને ચાલવા જેટલે વખત ન હતો; તેથી તે દેવે સૂચવેલા રસ્તે મૂઠી વાળી દેડવા લાગ્યું, પરંતુ દોઢેક માઈલ જેટલે રસ્તો કાપ્યા પછી આ ઘાયલ થયેલા પથિકને તૃષા, થાક અને સખ્ત તાપની - ગરમીની અસર એટલી બધી થવા લાગી કે જળ અને આરામ સિવાય ચલાવી લેવું ને અશકય લાગ્યું. લૂટારાઓ જોગશે તો પાછળ પડી પકડી પાડશે એ ધાસ્તીએ પણ હૈને હતાશ કરી દીધો હતો. પોતાની પત્ની, મિત્ર અને જાનૈયાઓ પિતાને માટે ઝૂરતાં “હશે એ વિચાર પણ હેને ગભરાવી નાખવાને પુરતો હતો. આ સઘળાં કારણે હવે હેને દોડવા કે ચાલવાને છેક જ અયોગ્ય અનાવી દીધું અને તે જમીન પર પટકાઈ પડ્યો. ,
Scanned by CamScanner