________________
સુદર્શનને જમીન પર ઢળી પડયાને થોડી મિનિટ થઈ નહિ. 1 હોય એટલામાં કઈ માણસ નજદીકમાં જ રડતું હોય એવો અવાજ
હેના કાને પડશે. તે સાથે લોખંડના ચીપીઆના પ્રહારને અવાજ પણ સંભળાતો હતો. આવે વખતે જે સહેલામાં સહેલું અનુમાન બાંધી શકાય તે એ હતું કે એક માણસ પર બીજો માણસ પ્રહાર કરતા હશે અને ઈજા પામતે માણસ રડતે તથા કરગરતો હશે. સુદર્શને પણ એ જ અનુમાન બાંધ્યું અને હેની દયાની લાગણીઓ એકદમ ઉશ્કેરાઈ ગઈ. એ ઉશ્કેરણીએ હેની અદશ્ય થયેલી તાકાદ. પાછી બોલાવી અને તે પોતાનું દુઃખ અને જોખમ ભૂલી જઈને દુઃખીની હારે ધાવાના નિશ્ચય પર આવી જઈ ઉભે થયો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશા તરફ ત્રણેક મિનિટ ચાલતાં એક ઢોળાવવાળી જગામાં એક વડ નીચે અદ્ભુત દેખાવ હેની દષ્ટિએ પડયો. એક નવદીક્ષિત જેવો દેખાતે બાવો આકાશ ભણી જોઈને કાંઈક બોલતો હતો, પશ્ચાત્તાપપૂર્વક રહતે હતો અને દર બબ્બે ત્રણ ત્રણ મિનિટે પિતાના હાથમાં લાંબો ચીપીઓ પિતાના કપાળ સાથે અફાળો હતો. સુદર્શનની ઈચ્છા ગુપચુપ તે બાવાની પાછળ ઉભા રહી હેના શબ્દો સાંભળવાની હતી, પરંતુ હેને પડછાયે જેવાથી બાવો તુરત ચેતી ગયો અને પાછળ નજર કરતાં હેણે એક થાકથી લોટપોટ થયેલા, પગે ઘવાયેલા, ભવ્ય મુખાકૃતિવાળા યુવાનને જોયો. થોડા વખત બન્ને ચુપચાપ ઉભા. દરેકને બીજાની સ્થિતિ, વિચિત્ર લાગતી હતી અને ખુલાસો પૂછવાની તીવ્ર ઉત્કંઠા હતી. પરતું શરૂઆત કેમ કરવી એ જ મુશ્કેલી હતી. છેવટે સુદર્શને જાણે કે પોતે કાંઈ જ જોયું નથી એવો દેખાવ કરી ને ભાગવાને પ્રયત્ન કર્યો “સંત! આટલામાં કોઈ આશ્રયસ્થળ આપ બતાવી, શિકશે ? ”
બાવાએ પ્રશ્નના ઉત્તરમાં સામો સવાલ કર્યો “૪ દવા! तूं कयौं गभडाता है ? तेरी सीकल परसें तूं कोई महाकष्टमें आया हुआ अमीरी आदमी मालूम होता है. इस तरह अकीला
2 ગ્રામ પર તુ યા નહત?” કે સુદર્શનને આ પ્રશ્નોની પરમ્પરા પસંદ પડી નહિ. હેણે સક્ષેપના જવાબ વાળેઃ “ મહારાજ ! લૂટારાઓના હાથમાંથી છટકી
Scanned by CamScanner