________________ પિતાએ જન્મ પ્રસંગે જૂદા મૂકેલા લાખ રૂપિયાને સારામાં સારે ઉપયોગ કયે રસ્તે કરે, મહારાજા વિજયસિંહજીએ સૂચવેલા કર્તએ શી રીતે અદા કરવાં આ અને એવા સેંકડો વિચાર કરતાં કરતાં થાકી ગયેલા હેના મસ્તકને નિદ્રાદેવીએ પોતાના કોમળ ખોળામાં લઈ તેની સમક્ષ અનેક નાટક ભજવી બતાવવા માંડ્યાં. એ નાટ કે જે સ્થૂલ નહિ પણ નિંદાદેવીને સૂમ ભવન પર સૂક્ષ્મ પરમાણુઓથી ભજવાતાં હતાં હેમાં શું શું દેખાવો રજુ કરવામાં - આવ્યા હતા અને હેની સુદર્શનના જીવન પર શી અસર થઈ એ, હૈની વિવાહિત સ્થિતિને ઈતિહાસ જ કહી બતાવશે. प्रथम खण्ड समास Scanned by CamScanner