Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 81
________________ પહોંચાડું, હાં હમારા પગને પ્રસિદ્ધ વૈદ્યરાજની જડીબુટ્ટીથી આરામ આવ્યા પછી હું હમને રાજનગર સુધી સહીસલામત પહોંચાડી આવીશ. હમે કુશળ હશો તે હારા જેવા બારસેને શાતા ઉપજાવશે અને અને હું કશળ હઈશ તે બારસોને બગાડીશ.” બાવો બે “ હમે આજે મારી જીંદગી બચાવી મ્હારા ઉપર મહાન ઉપકાર કર્યો છે ” સુદર્શને જણાવ્યું અને તે ઉપકારનો બદલો ખાતર-કોઈ નહિ તો બદલા ખાતર પણ-હારે હમને મદદ કરવી જોઈએ. માટે કૃપા કરી મહને સઘળો ઈતિહાસ જણાવે.” કેટલીક આનાકાની બાદ બાવાજીએ પિતાને ઇતિહાસ કહેવો શરૂ કર્યોઃ “શેઠજી ! દશ વર્ષ ઉપર મહેં આપના “પૂજ્ય” તરીકેનું પદ ધારણ કર્યું તે પહેલાં હું એક સામાન્ય પાટીદાર હતે. ખેતી કરતો હતો અને ટાઢ, તડકે તથા વર્ષાદના પરિસહ એક “બાવા”. માફક સહતો હતે. જાડી ખાદીની બંડી પહેરતો અને બાર છે મહીને કેઈ કામસર નજીકના શહેરમાં જવું પડતું તે શહેરની રોનક દેખી હું દિમૂઢ બની જતો. અમારા ગામમાં એક વખત મુહપતિવાળા મુનિ પધાર્યા. હેમણે જીવદયાને ઉપદેશ કર્યો પણ તે હમજવા જેટલી શક્તિ મહારામાં નહોતી. મહારાજે વ્યાખ્યાનને અંતે જણાવ્યું કે હેમના જેવા થવાથી રળવા–ખપવાની કાંઈ ચિંતા રહેતી નથી અને માલમલીદા તથા બારીક કપડાં મનમાન્યાં મળે છે તથા મ્હોટા ડેટા શ્રીમતિ પણ પગે પડે છે; વળી મોક્ષ પણ નજીક આવે છે. આમ સુખે મોક્ષ મળતું સાંભળી રહે તે એમને ચેલા થવા હા કહી. ને જે કાંઈ સુખ જૈન સાધુના પિશાકે આપ્યું છે હેને ચિતાર હમારી આગળ શું આપું? ટુંકમાં મહેને રાજસાહ્યબી મળી પરતુ મહારા સારા નશીબે એક દિવસ મહને વિચાર થયો કે હું અમન ચમને કરું છું અને ધર્મધ્યાન તે કાંઈ કરતો નથી, આત્માને કાબુમાં રાખવાનું શિખતે નથી, તે પછી હરામના માલમલીદા કેમ પચશે? અને જે પરમાધામીને ડર હું બીજાઓને બતાવું છું તે પરમાધામીને દંડ હુને કેમ જાતે કરશે ? એમ વિચાર થવાથી હું શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરવા લાગ્યા, છેડેઘણે અભ્યાસ પણ કરવા લાગ્યો. એમ થોડો વખત ચાલું. નવેક વર્ષ થયાં એટલે વળી મહને પ્રમાદ આવ્યો. ખાવા માટે વિષયને ઉત્તેજક પદાર્થો મળતા હોય અને કામકાજ કે ચિંતા કઈ ન હોય ત્યહાં પછી પ્રમાદનું પૂછવું Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90