Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 22
________________ શેઠને આ વાત ગમી. માસ્તરે માણેકચંદભાઈ સાથે સવાલ જવાબ શરૂ કર્યો " ! વર્ધમાનપુરીના સગાળશા શેઠની દીકરીની ઉમર શું છે અને શી સરતે તે કન્યા આપવા માગે છે?” ઉમર વરસ સત્તરના સુમારે છે અને—” “શું? સત્તર વરસ? ખાનદાન ઘરની કન્યા સત્તર વરસ સુધી કુંવારી? આ શું કહે છે?” : “એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. જેમ સુદર્શન શેઠને ચોગ્ય કન્યા ન મળવાથી ૨૦ વરસ કુંવારા રાખવા પડયા તેમ કોઈ ખાનદાન ઘરની કન્યાને જોઈએ તેવો વર ન મળવાથી ૧૭ તે શું પણ ૨૦-૨૨ વરસ સુધી પણ કુંવારી રાખવાને એ તરમાં ચાલે છે. હકીકત એમ છે કે, સગાળશા શેઠ મૂળે તે શ્રીમંત; પણ પાછળથી પૈસેટકે ઘસાઈ ગયા. તે પણ ઘર ખાનદાનનું, એટલે એમનાથી દીકરીના પૈસા લેવાય તે નહિ; પરંતુ ખાનદાની જાળવવા ખાતર, ટાણું માંડે * હારે બે પૈસા ખરચવા તે પડે જ અને એ ખર્ચને પહોંચી વળવા માટે અમુક રકમ લીધા વગર ચાલે નહિ. એ લેકે એવી રીતે લેવાતી રકમને “માંડવે ધોવરામણ” કહે છે. એમના ઘરડાઓએ આ રીવાજ પેસતો જેમાં કોઈને ઉઘાડી રીતે પૈસા માગવા ન પડે એટલા માટે આગમચેતી વાપરીને વરવાળા પાસેથી કન્યાનું મહે જોવરામણ રૂપીઆ ૨), ખોળામાં મુકવાના રૂ. ૫), એવા એવા રસ્તા છને રૂ. ૨૦૦-૨૫૦ ની રકમ તો હક તરીકે લેવાની ઠરાવી છે; એને તેઓ “સામું ઉફરાંટુ ” કહે છે. ખાનદાનમાં ખાનદાન ઘર પણ એ તો લે જ. પણ એમાં ગાંડાલાલ શેઠ જેવા લક્ષાધિપતિને વિચાર કરવા જેવું કશું નથી. વિચાર કરવા જેવું કશું નથી કેમ? સધળું વિચારવા જેવું છે. ગુલામી અથવા માણસ વેચવાને ધંધે અનાર્ય કહેવાતી પ્રજામાંના પપકારી પુરૂષોના ભગીરથ પ્રયાસથી બંધ થયો છે; હારે અમારા શેઠ જેવા શ્રીમતે આ અધમમાં અધમ જાતની ગુલામીને ઉત્તેજન આપે તે તે અનાર્યથી પણ અનાર્ય ગણાય કે નહિ? કન્યાને–દેવીને વેચનારને ઉત્તેજન આપવાનું કામ શું અમારા શેઠ જેવાથી બનશે? અને શું આવા ગુલામીના ધંધા કરનાર Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90