Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 25
________________ રૂ. ૩ ઠરાવે છે અને એની પાસેથી પણ રૂ. ૫૦) હકસાઈ ગજવામાં મૂકે છે ! “રડીરાંડ દલાલી, કરનારા આવા હમારા મહાજનને મહારાથી મૂરખ કે દલાલીઉં કેમ કહેવાય ?” રંભા શેઠાણ આ બધું લક્ષપૂર્વક સાંભળતાં હતાં અને પ્રસંગ આવ્યું તે પણ કાંઈ બોલવા તલપી રહ્યાં હતાં. માણેકચંદ શેઠને છેક જ જખવા પડયા જોઈશેઠાણીએ હેને શાન્ત કરવા પ્રયત્ન કર્યો. : “માસ્તર ! હમારી વાત ખરી છે; પણ કાંઈ પાંચે આંગળીઓ સરખી હોય છે? ભલાભલી પૃથ્વી પડી છે. કેઈ માગણ હોય છે તે કઈ દાતાર હોય છે; કઈ વડેલ હોય છે અને કઈ સતીઓ પણ હોય છે. માટે એ વાત જવા દે અને બીજી કન્યા કેણ છે તે બાબત પૂછપરછ કરવી હોય તે કરે.” માણેકચંદ, શેઠાણીનાં મિષ્ટ વચનથી કાંઈક શાન્ત થયા, એટલામાં તે વિચંદ્ર બીજી કન્યાના સમ્બન્ધમાં વિચાર દર્શાવવા શરૂ કર્યા, કે જેથી શાન્ત પડવા લાગેલે સમુદ્ર પાછો ખળભળવા લાગે. - “ બહેન!” વિવેક રંભા શેઠાણી પ્રત્યે કહ્યું “આ શહેરની કન્યા આપણે ધર્મ પણ ન જોઈએ. જે આપણે કન્યાવિક્રયને ઉત્તેજન આપવાની વિરુદ્ધમાં હોઈએ તો વરવિક્રયથી પણ આપણે દૂર જ નાસવું જોઈએ; અને આ શહેરને દરેક વર ૨૦૦ થી ૧૦૦૦ ને સુધીની રકમ માટે વેચાય છે. આપણું ઘર હેટું હોવાથી આપણા સુદર્શનભાઈનું લીલામ કદાચ ૨-૪ હજાર જેટલી રકમે થાય, કે જે હું કદી સાંખી શકું નહિ. વળી ગામમાં ને ગામમાં લગ્ન કરવાથી વેવાઈઓ વચ્ચે સારો સ્નેહભાવ ટકી શકતો નથી. છોકરી દિવસે બાપના ઘેર રહે અને સંધ્યા વખતે સાસરે જવા નિકળે એ જ એમ બતાવી આપે છે કે માત્ર વિષય વિકારનું સગપણ છે. બાપહેમને ઉછેરે છે તે પણ તે અર્થે જ. અફસોસની વાત છે કે માત્ર થોડા કલાકને માટે છોકરીઓને સાસરે મોકલવાના રીવાજવાળા શહેરીએ તે બદલ જમાઈને આગળથી સારી સરખી ફી” આપે છે, જેને તેઓ “પહેરામણી” એવું ભવ્ય નામ આપે છે! પિયર અને સાસરા વચ્ચે હીંચકા ખાતી આ મદમાતી છોકરીઓ કેટલીક વાર તે પિયરથી સાસરે જવાના અને સાસરેથી પિયર જવાના બહાને બીજે જ કોઈ સ્ટેશને ઉતરી પડે છે અને હેની કોઈને ખબર પણ પડતી નથી. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90