________________
જોખમભર્યું કામ પત્રકારનું છે. દુનીઆમાં રહેનાર માણસો એકબીજાના સહવાસમાં આવે નહિ તે દુનિયા ચાલે જ નહિ અને સહવાસમાં આવવાથી તો કોઈ કોઈ વખત કલેષ પણ થવા સંભવ રહે છે; એવે વખતે કલેષના અટકાવ માટે અમલદારની અને તે નુકશાન પામેલા પક્ષનું નુકશાન દૂર કરાવવા માટે વકીલની, જરૂર પડે છે. વકીલ ખરાને બેટે “કેસ” કરનાર અને ખોટા ખર “કેસ કરનાર ન જોઈએ; “ફ” ને જ લાલચુ ન જોઈએ પણ ઇન્સાફને–તે પરમાત્માની પ્રસાદીને–પ્રેમી હે જોઈએ. ધર્માદાની લાખેક રૂપીઆની રકમ કેઈ ઓહી કરી જવા માગતો હોય હેમાં સામેલ થઈને એથ પિતે લઈ કાયદાની બારીકાઈ વડે પેલા હરામીને રસ્તો કરી આપવા જેવી નીચતા વકીલ કરી શકે નહિ. અને રાજાઓનું કર્તવ્ય વળી એથી પણ વધુ કઠીન અને ઉપકારી છે. રાજા કાંઈ લાખ કેમ. પચીસ લાખ માણસોના કાંડાની મજુરીથી રળેલા પૈસાને હિસ્સો એકઠો કરી હેમાંથી પોતાના ક્ષણભંગુર દેહની દરેક ઇન્દ્રિઓને તૃપ્ત કરવાનો હક્ક ધરાવતો નથી. એણે તે તે લાખ કે પચાસ લાખ આત્માઓની જોખમદારી પોતાના શિર લીધી છે; તે પચાસ લાખમાંને એક પણ માણસ ભૂખે મરતે હોય તે તે રાજાને જ દોષ છે– હેને જ અપરાધ છે–ત્યેની જ રાજ્યવ્યવસ્થાની ખામીનું પાપ છે. રાજ્યના એક ભાગમાં સોનાના મહેલ હોય અને બીજા ભાગમાં લાખ્ખ માણસની માસિક પેદાશ માથા દીઠ રૂપૈઓ સવા માત્ર હોય, છતાં જે રાજા તે સ્થિતિ વરસ સુધી જોયા કરે તે રાજા ને લાખો માણસને દ્રોહી જ કહેવાય અને તે લાખોના દીલની બદદુવા હેને વહેલીમડી નડયા વગર ન જ રહે. ભાઈ સુદર્શન ! આટલું બરાબર મગજમાં કોતરી રાખજે કે “ જેમ વધારે સત્તાતેમ વધારે જોખમદારી ... એક સામાન્ય માણસ કરતાં એક શ્રીમંતની જોખમદારી વધારે છે; શ્રીમત કરતાં વિદ્વાનની જોખમદારી વધારે અને વિદ્વાન કરતાં “હદયના વિદ્વાન' એટલે સાધુઓની જોખમદારી વધારે છે. જે ધર્મના સાધુ પોતાના વર્ગમાં વ્યભિચાર, જૂઠ, દગોફટકા અને કલેષ જોઈ શકે છે તે ધર્મની હયાતી થોડા વખતની જ સમજવી; અને હેનું પાપ તે ધર્મના ગુરૂ તરીકે ગણાતા પામર પ્રાણુઓના શિરે છે. તમે મને એક ઘર એવું બતાવશે કે હીં છોકરાને ક્ષય રોગ થવા છતાં બાપ ગુપચુપ બેસી રહ્યા હોય?
Scanned by CamScanner