________________
કદી નહિ; તે બાપ તે છોકરાને લઈને દરેકે દરેક વેધ, હકીમ, ડાકટરં, ભુવા કે મંત્રવેત્તાને મળશે અને એનાં ફેફસાં કે ગ્રહ સુધરાવવા દરેક પ્રયત્ન કરશે. પરંતુ હમે હને એક પણ સાધુ એવો બતાવશે કે, જે પિતાના પુત્રવત સંસારી જનેના ફેફસાના દરદ નહિ પણ (એથીએ ભયંકર ) હદયના દરદને મટાડવા કંઈ પણ પ્રયત્ન શુદ્ધાશયપૂર્વક કરતે હોય? અફસોસ ! ચોતરફનો વિચાર કરું છું તે હૃદય ભરાઈ આવે છે. હારી જુવાનીમાં હું જે ઉચ્ચ ખવાસ-કર્તવ્યપરાયણતા ચોતરફ જેતે હે દશમો હિસ્સો પણ આજે જેવા પામતો નથી. દેશનું કલેજું વધારે ને વધારે બગડતું જાય છે. જેમના ઉપર તારણને આધાર છે તેઓ જ કર્તવ્યભ્રષ્ટ થઈ ગયા છે. ભાઈ સુદર્શન! આવે વખતે હમારા જેવા ગર્ભશ્રીમંત યુવાન ન્યાની ઉમરથી જ ધર્મસંસ્કાર પામ્યા છે અને પિતાના પૈસાને ઉપયોગ સમાજસેવાનાં કાર્યોમાં છૂટથી કરવા તત્પર થયા છે તથા પિતાની લાગવગ અને કીતિને ઉપયોગ દુષ્ટોને ઝાડવામાં નિડરપણે કરે છે એ જોઈ મારા બળતા આત્માને કાંઈક શાન્તિ ઉપજે છે. પ્રભુ હમને દીર્ધાયુઃ રાખો! ”
જગન્નાથજી (એ વૈદ્યરાજનું નામ હતું) એટલું બેલતાં બેલતાં વૃદ્ધાવસ્થાના કારણથી અને થયેલી તીવ્ર લાગણીના કારણથી બેશુદ્ધ થઈ ગયા; અને સુદર્શન તથા વિવેકચંદ્ર તે જોઈ બેબાકળા બની ગયા. તુરત જ વૈદ્યરાજને પૌત્ર કે જે બારેક વર્ષની ઉમરને પ્રકાશમાન ચહેરાવાળે મજબુત છેકરો હવે તે હાં આવી પહોંચ્યો અને ગભરાશો નહિ એવા શબ્દો વડે પેલા બનેને હિમ્મત આપી પોતે એક દવાની શીશી લઇ આવ્યા અને દાદાનું મસ્તક પિતાના ખોળામાં લઈ એક હાથે પવન નાખતે તથા બીજા હાથે શીશી હેમના નાક આગળ ધરી : રાખતે બેઠો. તે બેએક મીનીટ તેમ બેઠે નહિ હોય એટલામાં વૈધરાજ જાણે કાંઈ બન્યું જ નથી એમ ઉભા થઈ ગયા અને સૂર્ય તરફ દૃષ્ટિ કરી પિતાની બેરિની પ્રાર્થનાનો વખત થયે જાણી બનેની રજા લઈ ચાલવા લાગ્યા. પરંતુ સુદર્શને જતાં જતાં હેમને કહ્યું “મહારાજ ! હારી એક પ્રાર્થના છે. દશ હજારની એક નજીવી રકમ હું આપના હસ્તકમાં સેંપવા માગું છું; આપ કૃપા કરી તે સ્વીકારશે?”
“ અને હેનું મહારે શું કરવું? ” વેદે અદબ વાળી આશ્ચર્ય ચકીત થઈ પૂછયું.
'
-
૧૮ "
Scanned by CamScanner