________________
સંસ્થાઓ ચુકવતી. રાજા પાસે ચેડા જ કજી જતા; કારણ કે
જે જાય દરબાર, હેનાં જાય ઘરબાર ” એવી એક કહેણું જુના વખતથી મશહુર હતી. આથી રાજસભા બાદ કરતાં સર્વશ્રેટ સંસ્થા તરીકે “મહાજન ” ગણાય એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. એવી “ સત્તા” નું આમંત્રણ મળવાથી સુદર્શને હેનું ભાન રાખવામાં શાણપણું માન્યું અને એ પ્રસંગને લાભ લઈને તે રાત્રે ગામલોકોને એકઠા કરી એક જાહેર ભાષણ આપવા ઇચ્છયું, તે ઇચ્છા પિતાના શિક્ષક મારફતે મહાજનને જણાવતાં સર્વને ઘણે આનંદ થયો અને મહાજને ગામમાં થાળી પીટાવીને ભાષણ સાંભળવા “ બજારચોક ” માં એકઠા થવાની સર્વને ખબર આપી. તે -શહેરના મહારાજા શ્રી વિજયસિંહે પણ મહાજનની ખાસ અરજ સ્વીકારીને હાજરી આપવા બુલ્યું હતું.
નિયત કીધેલો વખત આવી પુગે તે પહેલાં તે બજાર કે અઢારે વર્ણના લોકોથી ચીકાર થઇ ગયો. આખો રસ્તો દીવાબત્તીથી જળહળી રહ્યા હતા. બરાબર આઠ વાગે વિજયનગરના નામદાર વિજયસિંહ મહારાજ પુરદમામથી પધાર્યા અને પુત્ર તુલ્ય પ્રજાએ ઘણજ પ્રેમપૂર્વક હેમને સત્કાર કર્યો. “મહાજન” પૈકી એક આગેવાને ભાષણકર્તાની ઓળખાણ નામદારને કરાવી અને પછી નામદારના હુકમથી સુદર્શને પિતાનું ભાષણ શરૂ કર્યું, જે નીચે પ્રમાણે હતું ' “ નામદાર મહારાજા સાહેબ અને મહાશ !
“ આ દુનિયામાં જે કોઈ હોટામાં હે આનંદ હોય તો તે એક જ છે અને તે બીજાની સેવા બજાવવાની તક મેળવવામાં સમાયેલો છે. અનુભવ, લક્ષ્મી અને બુદ્ધિને જે અલ્પ ભંડોળ મહને મળેલો છે તે વડે આ શહેરના જનસાધારણની સેવા બજાવવાની મહને હમણાં જે જે તક મળી છે તેથી મને ઘણે આનંદ થયો છે: અને વધુ આનંદ તો તે સેવા શુદ્ધ હોવા છતાં હમો મહાશયેએ હેને પ્રેમપૂર્વક વધાવી લીધી છે એમ જાણવાથી થયેલ છે. .
હા ભાષણ શરૂ કરવા પહેલાં, ગૃહ ! મહને આજની સિભાના માનવંતા પ્રમુખ અને આપના પૂજ્ય રાજકર્તાશ્રીની હાજરી માટે અંતઃકરણપૂર્વક આભાર માનવા દો. અહોભાગ્ય તે દેશનાં કે
અવની માઇક રાજ-પ્રજા સાથે ભળતા રહે છે ! અહોભાગ્ય
-
:
હાં
”
Scanned by CamScanner