________________
કહેશે તે બાલલગ્ન અને કન્યાવિક્રય અટકશે, મૃત્યુ પ્રમાણ ઓછું ' થશે તથા વિધવાવસ્થાના સંભવ ઘટી જશે. નાતે હાની ન્હાની થઈ જવાને લીધે અગ્ય વરને ન છૂટકે કન્યાઓ આપી દેવી પડે છે તેમ થતું અટકશે. સ્ત્રી કેળવણી ફરજ્યાત થશે અને આપણે ઘરસંસાર આપોઆપ સુધરશે.
બેલતાં શિખ્યા હારથી જ છોકરા છોકરીને પરણવાની વાત કહી સંભળાવીને આપણે આજના હિંદવાસીઓએ શું કાંદા કહાડવા ધાર્યા છે તે સમજાતું નથી; શું સ્ત્રી સિવાય બીજા કશામાં સુખ નથી? પણ અરે, તે બિચારા કુવામાંના દેડકા જેવા બની ગયેલા લોકોને શી માલમ હોય કે કુદરત શું ચીજ છે, હેમાં કેટલી અને કઈ ખુબીઓ રહેલી છે, ઉંચી ભાવના અને ઉંચા વિચારમાં કેટલે આનંદ રહેલો છે?
“ હમને જે ધર્મો ટુંક વિચારના, સાંકડી દષ્ટિના, ‘કુવાના દેડકા” જેવા અને વહેમી બનવા ફરમાવતા હોય તે ધર્મોને જલાજલિ આપિ. વેદ અને જૈન એ ધર્મો આ દેશમાં જૂના છે; એ બેમાંના એક પણ ધર્મનાં મૂળ પુસ્તકે એવી સાંકડી દષ્ટિને ઉપદેશ કરતા જ નથી; તેમ છતાં જે કંઈ ઉપદેશકો એ ધર્મોના નામે એ ઉપદેશ કરે છે તે માત્ર પેટ ભરવાના રસ્તા છે એમ હમજજેપણ એ ધમેને અપમાન પહોંચાડશો નહિ. હમે જે ધર્મમાં છે તે ધર્મમાં ચુસ્ત રહે જે બીમાડા હેમાં પેદા થયા હોય તે જાણવા શીશ કરે, હેનું મૂળ શોધવા મથન કરો. સત્ય શું હોવું જોઈએ હેનું શોધન કરે અને હમારા ધર્મમાં રહીને જ ધર્મિષ્ઠ બને. વેદ ધર્મ કહે કે જૈન ધર્મ કહે, કોઈ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચાર કર્યા સિવાય વર્તન કરવાનું ફરમાવતિ નથી. વેદાનુયાયીને શ્રી કૃષ્ણ અર્જુનને જનરક્ષણ અર્થે નજદીકના પરતુ આસુરી વૃત્તિના સ્વજનો પર દયા નહિ કરવાને તત્વજ્ઞાની ઉપદેશ આપ્યો છે અને જૈનેના સૂત્રમાં વ્રતધારી વરશુનાગ નતવાએ હજારો મનુષ્યોના રક્ષણાર્થે ઉપવાસનું પારણું કરવું છેડીને સમરાંગણમાં દેહત્યાગ કર્યો હતો એવું વર્ણન છે. સર્વમાં
અપેક્ષા નયી તરફ દષ્ટિ રાખીને ઉપદેશ કરાવે છે. વિદ્યાભ્યાસ, દેશાટન, સતત ઉધમ અને રાજા-પ્રજા બને તરફ વફાદારીઃ ઈત્યાદિને ઉપદેશ અને ધર્મોએ કરેલો છે.
Scanned by CamScanner