Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 72
________________ . હવે હું ભાષણકર્તાએ આ રાજ્યને આપેલા અભિનંદન સંબંધે ડંક કહીશ. “માણસને સુખી અને દુઃખી કરનાર પિતાનાં કરે છે એ કુદરતનો કાયદો કદી ભૂલવો જોઇ નથી. રાજનગરની સ્થિતિ જે સંતોષજનક ન હોય તે હેમાં કારણભૂત ત્યાંની પ્રજાની એક યા બીજી કસૂર હોવી જોઈએ. જે લોકે. મહેમાંહે કુસંપ કરી સમાજબળ ગુમાવતા હોય, પિતા જ સ્વાર્થ તરફ નજર રાખતા હોય, દુનિયામાં શું બને છે તે જાણવાની દરકાર કરવાની ના કહેતા હોય, શ્રમ અને સાહસથી ભડકતા ફરતા હોય એવા લકોને રાજકર્તાની તે શું પણ સગાભાઈની પણ તરફથી પ્રીતિ કે ન્યાયની આશા રાખવાને હક નથી. બંધુ સુદર્શન ! હમારા જેવા લાયક પુરૂષો જે દેશમાં પાકવા લાગ્યા છે તે દેશને છેક જ નિરાશ થવાનું કશું કારણ નથી. લક્ષ્મીની સાથે વિદ્યાનું અને સહૃદયતાનું જોર મળતાં કઈ પ્રજા ભેયપર પડી રહી સાંભળી છે? હમે હમારા દેશમાં સ્વદેશી ધોરણ ઉપર કેળવણી આપવાનું કામ આગળ વધારે, સ્વદેશી વસ્તુઓની બનાવટ અને પ્રચાર માટે કમર કસી દેશની ઉત્પાદક શક્તિ વધારે, અંગકસરત (કારણ કે બળ વગરનો માણસ બેજા રૂપ છે), ખીતાબો અને માન અકરામના લોભને અમીભૂત કરે, પાંચસો રૂપીઆ માટે ગુલામી કરવા કરતાં દશ રૂપીઆ સ્વતંત્રપણે રળી સાદું ભેજન લેતાં શિખે, સાદું ભોજન પણ સ્વતંત્ર મહેનતથી ન મળે તો દેશ છોડી દરિયાપારના દેશોમાં જઈ રહ્યાં ઉધમ કરી પૈસા લઈ દેશમાં આવે. હમારા દેશમાં વર્ષો થવાં જે બહારના લોકો આવી વસ્યા હેય હેમણે કરેલા જુલમ હવે ભૂલી જાઓ; કારણ કે લાંબા વખતના વસવાટને લીધે તેઓ હવે હમારા દેશી ભાઈ બન્યા છે માટે હેમને “ ભાઈ” માફક ગણ હમારું બળ વધારો (નહિ તે ઓછા કેળવાયલા તે લોકોને બીજાઓ પિતાના હથીઆર તુલ્ય બનાવે હેમાં હેમને કાંઈ દેષ ગણાય નહિ); અને હેમને કેળવણીમાં આગળ વધારો. વળી હમારામાંના જેઓ ધર્મને નામે ઝીણી ઝીણી બાબતમાં મુંઝાઈ રહ્યા છે હેમને કહે કે, હટા દરિયા ઓળંગવા ઇચ્છનારે વચ્ચે આવતાં ખાબોચીને, હિસાબ ગણવે પાલવે નહિ. હેમને પૈસે ધર્મના નામે થતા રોગ પછળ ખર્ચાતા હોય તે તે કરે હવે ઑલરશીપ અને વિદેશગમનમાં જાય કરવાને રસ્તે વાળે. જે શ્રીમંતે હદપારની સ્વાર્થધતા બતાવે | ૭૫ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90