Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 62
________________ પહેલાઈથી પિષી શકાય એટલી આવક કરવાની શક્તિ મેળવ્યાં પહેલાં પરણનારે માણસ આત્મઘાતી અને દેશદ્રોહી છે. જે બીચારા. પશુઓ પશુવૃત્તિ તૃપ્ત કરવામાંથી નવરા ન થઈ શકે, અને એમાં કરતાં પહેલે ખાડે પુરવાના રસ્તા યોજવામાંથી નવરા ન થઇ શકે, તેઓ દેશનું શું લીલું વાળી શકે? બહાદુર વિદેશીઓ અત્યારે આપણું રંક ગાય ઉપર સત્તા ચલાવતા ન હોત તે આપણી શી કમબતી થાત હેને ખ્યાલ પણ થઈ શકવો મુશ્કેલ છે. તે બહાદુર પ્રજાએ આપણને શાતિ બક્ષી છે, આપણને સુખચેનનાં સાધન આપ્યાં છે, આપણને વિષયસેવન માટે સ્પ્રીંગના મોહક પલંગે આપ્યા છે, પાચનને મુશ્કેલ ન પડે એવાં “ફુડો” આપ્યાં છે, ભાર ન લાગે એવી “નેટ આપી છે તથા હુન્નરકળા અને શાસ્ત્રોના માથાફડીઆ અભ્યાસને બદલે સાહિત્ય (Literature)નો શેખ આપણા વિદ્વાનને લગાડે છે; તે બિચારા એમાં ગોથાં ખાધાં જ કરે અને જીંદગી પુરી કરે; “હુતે ને હુતી” વચ્ચેના વિષય સંબંધને પ્રેમ નું પવિત્ર નામ આપી–એમાં તત્વજ્ઞાનનું નામ ઘોચી વિદ્વત્તાનું પ્રદર્શન કર્યા જ કરે અને એમાં અંદગી પુરી કરે! “મહાભારત-રામાયણ આદિ વિરરસકાવ્યો તથા ગીતાજી જેવાં દેશ અને સ્વધર્મ બન્નેનું રક્ષણ કરવાને ઉપદેશ આપનારાં પુસ્તકો વાંચવા કરતાં નવલ કથાઓ, લલિત કાવ્યો અને વિદેશી ભાષાઓ શિખવાની કેટલા બધા લોકો હોંશ ધરાવે છે? પછી “આહાર તે ઓડકાર,” “સબત તેવી અસર” અને “ વાંચન તેવા વિચાર, ” થાય એમાં શું આશ્ચર્ય ? જહેને દેશનું અને પિતાના પંડનું હિત કરવું હોય હણે સૌથી પ્રથમ તો એ જ નિશ્ચય કરવાને છે કે જે પિતે કુંવાર હોય તો જમાનાને જોઈતી કેળવણી, શરીરબળ અને લક્ષ્મીનાં સાધન હાં સુધી ન મળે ત્યહાં સુધી પરણવું જ નહિ. એકનું જોખમ ઉઠાવવાની શક્તિ મળ્યા પહેલાં અનેકના રક્ષણનું જોખમ ઉઠાવવું જ નહિ. શરીરબળને જેમ બને તેમ વધારવું. એ બળ આપણને આપણું ઉપકારી રાજકર્તાનું ઋણ ચુકવવામાં પણ કામ લાગશે. “પુરૂષા ૨૫ વર્ષની ઉમર સુધી કુંવારા રહે તે કુમારિકાઓનું શું થાય?—એ સવાલ કઈ ઉભે કરે તે પહેલાં જ મહને કહી લેવા દે કે એ સવાલ પિકળ છે. પુરૂષે જલદી પરણવાની ના Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90