________________
લમાન આદિ વિદેશી સત્તાઓએ એને જોઈ નાખવાના પ્રયત્ન કરવામાં કચાસ રાખી નથી. શું આ આપણા પૂર્વજોનાં કામનું સંગીનપણું, એમના બુદ્ધિબળની ખુબી અને એમની પવિત્રતાની મહત્તા સાબીત કરવા બસ નથી? શું ઈતિહાસ એક પણ પ્રજા એવી બતાવી શકશે કે હેની આબાદીની તવારીખ આર્યાવર્ત જેટલી જૂની હોય?
“પણ અફસોસ! એ સૂર્ય આજે અસ્ત થઈ ગયો છે, એ આબાદી આજે વારૂપ બની ગઈ છે; એ ખ્યાતિ માત્ર ઇતિહાસમાં ગંધાઈ રહી છે. એ દેશના પુત્રોએ પૂર્વજોનાં સંતાનેઆજે બુદ્ધિહીન, ઉઘમહીન, વીરત્વહીન અને વીર્યહીન બની ગયા છે. લક્ષ્મીહીન બનવા માટે તે કાંઈ જ શોક કરવાની જરૂર નથી, કારણ, લક્ષ્મી તે લાગણી, બુદ્ધિ અને વીયની ચુકી- . દાસી માત્ર છે; ાં તે રાણીઓને વાસ છે ત્યાં લક્ષ્મીએ અનુસરવું જ પડે છે.
“આપણે એ જ ભૂમિમાં વસીએ છીએ કે જહેમાં અગાઉની માફક હાલ પણ કાચું સોનું પાકે છે, જ્યાં સઘળી ભૂમિના–સઘળા દેશના પાક ઉતરી શકે છે, જ્યાં વિશાળ નદીઓ છે, હાં ટાઢ તર્કો અને વરસાદ સમાનપણે છે, હાં ચમત્કારી ઔષધિઓના ખજાના છે; ટુંકમાં હાં કુદરતની સર્વ કૃપાઓના ભંડાર ભર્યા છે. તેમ છતાં શા કારણુથી આપણે આજ ભુખમરે વેઠીએ છીએ? આપણામાંથી શું ઓછું થયું કે જહેને લીધે આધિ-વ્યાધિ અને ઉપાધિથી આપણે અહોનિશ રીબાઈએ છીએ?
“કઈ કહેશે કે વિદેશી પ્રજાઓના હુમલાથી આપણે નબળા પડી ગયા; કોઈ કહેશે ઉપરાછાપરી પડતા દુષ્કાળથી ભુખે મરતા થયા; કઈ કહેશે કલિયુગના પ્રતાપે આ દશા થઈ. પણ એ સર્વ શ્રમણા છે. શું કલિયુગ માત્ર આર્યાવર્તામાં જ છે? શું હિંદ બહાર રત્યયુગ ચાલે છે? અને શું અગાઉ દુષ્કાળ નહિ પડતા? વિદેશીઓ સાથે અગાઉ લડવું નહોતું પડતું?
“વિદેશીઓના હુમલા અને દુષ્કાળ તે ઉલટા પ્રજાને મજબુત બનાવનારાં સાધન છે. હેનાથી લોકે એશઆરામી થઈ જતા અટકે છે, એમનું પાણી વહેતું રહે છે, એમની બુદ્ધિ અને બળને કાટ અઠવા પામત નથી.
Scanned by CamScanner