Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 68
________________ “આર્ય બબ્ધ સુદર્શન તથા પ્રજાગણ! “આજે હું એક એવા આયબન્યુની પિછાન પામ્યો , કે જેને હું જીદગી પર્યત ભૂલી શકીશ નહિ. એ નમ્ર વક્તાએ જે ઉચ્ચ વિચારે હમણાં દર્શાવ્યા છે તે સાંભળી હમને જે લાભ થવા સંભવ છે તે લાભ માટે હમારા સર્વની વતી હું જ ભાવણકર્તાને ઉપકાર માનવાની તક લેતાં જણાવું છું કે, એમણે માત્ર હારી પ્રજાને જ નહિ પણ મહને પણ કેટલુંક જ્ઞાન આપ્યું છે. એમના ભાષણમાં જે વિવિધ મુદા એમણે ચર્ચા છે તે પરથી સમજાય છે કે, આજકાલ ઉદયનું સાધન જે ધર્મ તે જ પાયમાલીનું હજીઆર થઈ પડયું છે અને તેથી જ પ્રમાદ, કલેષ, કાયરતા, વિષયાસક્તિ વગેરે દુર્ગણે વધવા પામ્યા છે. માટે હું હમને ધર્મ–ખરા ધર્મ-સંબધી ડીક સલાહ આપીશ તે વિષયાન્તર થયું નહિ ગણાય. “ધર્મને સામાન્ય અર્થ કર્તવ્ય અથવા ફરજ. કર્તવ્યપરાયણ માણસને જ લેકે માન આપે છે, તેઓ જ ખરા સુખી હોય છે; હેમના જ ઉપર વિશ્વને આધાર છે. જે માણસમાં પિતાના કર્તવ્યનું ભાન નથી, જહેને શું કરવા યોગ્ય છે અને શું છાંડવા ગ્ય છે હેનું જ્ઞાન નથી, તે માણસ હવામાં તરખલા માફક આમથી તેમ અને તેમથી આમ ભટકી ભટકી, અથડાઈ ટીચાઈ દુઃખી થાય છે અને આ ઘોર સંસારઅરણ્યમાં ભૂલા પડી આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સેકાઈ અંતે માઠી ગતિ પામે છે. - “સાચો ધર્મ અથવા ખરૂં કર્તવ્ય માણસને માત્ર પરલોકનાં મીઠાં વચન આપીને અટકતું નથી પણ આ લોકમાં જ પ્રત્યક્ષ પારખું આપે છે. કર્તવ્ય જાણનાર અને તે પ્રમાણે વર્તનાર માણસને એક એવો કિમતી ખજાનો આ જન્મમાં જ મળે છે કે હેની બરાબરી કરવા હજારો કોહીનુર પણ શક્તિમાન નથી. એ ખજાને પૈસાના રૂપમાં નથી હોતા, કે બાદશાહી સત્તાના રૂપમાં નથી હેત; કારણકે પૈસાથી અને બાદશાહી સત્તાથી સુખી થયેલા પુરૂષે ભાગ્યે જ જાણવામાં આવ્યા છે. પરંતુ એ ખજાને સુખી અંત:કરણ - ના રૂપમાં હોય છે. સંસારની કોઈપણ ચીજ એવી નથી કે જે માણસને ચિંતાઓ અને ઉપાધિઓની પીડાથી બચાવી શકે. એવી શક્તિ તે માત્ર “સુખી અંતઃકરણ” માં જ છે, કે જાડેને કોઈ પણ પ્રકારનાં આધિ-વ્યાધિ-ઉપાધિ પજવવામાં ફાવતાં જ નથી. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90