________________
ના મહેલ એ નિશાળના મકાન આગળ તુચ્છ માત્ર છે. અને આ સર્વ રાજની મદદથી જ થયું છે. પરંતુ આપણુ કમનસીબ ભારતપ્રજા માટે કેળવણીની જરૂર નથી, ઈતિહાસની જરૂર નથી, પુનરકળાની જરૂર નથી, કવાયત શિખવાની જરૂર નથી. (કારણ કે રક્ષણ કરનાર અને તૈયાર વસ્તુઓ બનાવી બનાવીને ઘર સુધી મોકલી આપનાર બહાદુર વિદેશી અમર રહે !) રજવાડાઓ નીચ કામની રંડાઓ સાથે વ્યભિચારમાં જે ખર્ચ કરે છે તે વખતે શું સાર્વભૌમ સત્તાની પરવાનગી માગવા જાય છે કે ? ખાનગી ગૃહસ્થો એક મકાન છતાં ૪ બીજાં બંધાવવા દોડે છે ત્યારે શું પેસાની દરકાર કરે છે કે? સવાલ માત્ર મનને જ છે-સવાલ માત્ર સ્વદેશાભિમાનને. છે-સવાલ માત્ર માણસાઈને છે. હેનામાં માણસાઈ છે, હેનામાં હિંદુપણું કે જૈનપણું-મુસલમાનપણું કે પારસીપણું છે,
નામાં ઈશ્વરપ્રેમ છે, જહેનામાં બંધુભવ છે, જહેનામાં ઉમદા વિચારો માટે કોઈ પણ જગા છે તેવા લેકે તે સ્વદેશહિતાર્થે દ્રવ્ય ખર્ચવામાં કદી આનાકાની કરશે જ નહિ. અને હારે એમ થશે.
હારે જ કેળવણી અને હુનરકળાને, ધર્મ અને તત્વજ્ઞાનને ફેલા ઘેરઘેર થશે અને પિતા પ્રત્યે, પિતાનાં સગાંવહાલાં પ્રત્યે, પિતાના સ્વદેશીઓ પ્રત્યે, પિતાના સ્વધર્મીઓ પ્રત્યે અને પિતાના રાજકર્તા પ્રત્યે પોતાની શું ફરજ છે તે દરેકે દરેક માણસ હમજશે; અને એ સમજ-એ જ્ઞાનને પ્રકાશ જ હેમને સઘળી જાતના વ્હેમ, સઘળી જાતના આપ આપસના કજીઆ, સઘળી જાતનાં વ્હીકણપણું, સઘળી જાતનાં સ્વાર્થીપણાં અને સઘળી જાતના અધર્મથી દૂર રાખશે અને આર્ય ધર્મ તથા આદેશને ઉદ્ધાર થશે. ભાગ્યશાળી આર્યો! આર્યભૂમિમાં જન્મ એ જ મહદ્ ભાગ્ય છે જહેમનું એવા આર્યો ! હમારી હવારની પ્રભુપ્રાર્થના વખતે અને ધ્યાન વખતે. મે એવી પ્રાર્થના કરે અને એવી ભાવના ભાવે કે હમારે દરેક દેશી ભાઈ અને દરેક બહેન જ્ઞાન પામે, બળ પામે, તથા જ્ઞાન અને બળને સદુપગ કરવાની ઈચ્છા પામે! અસ્તુ ! બેલ શ્રી આ ભૂમિને જ્ય! બેલ બેલે શ્રી મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ, વિક્રમ અને ભેજની જનેતા શ્રી આર્ય ભૂમિને જય !!”
ભાષણ પુરું થતાં રોતાગણે હર્ષનાદથી તે વધાવી લીધું અને ' પછી કેટલાએક વક્તાઓએ પિતાના વિચારો જણવ્યા; છેવટે મહારાજાએ ઉભા થઈને નીચે પ્રમાણે વિવેચન કર્યું.
Scanned by CamScanner