Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 61
________________ પણ બન્યું છે એમ કે, આપણામાંના જ કેટલાક સ્વાર્થી “ભૂખની બારસ” લોકોએ આપણને વહેમ અને અજ્ઞાનમાં દાટી રાખવા પ્રયત્ન કર્યા છે અને માથું ઉંચું કરી બહાર શું બને છે તે જોવા- . ' જ મના કરી છે. કેટલાક ધર્માચાર્યો પ્રજાને વહેમી બનાવવામાં જ પિતાનું હિત માની બેઠા છે. નવ વર્ષની અંદર છોકરીને ન પરણાવે તે મહાપાપ, મુઆ પાછળ ઘર વેચીને પણ બ્રાહ્મણને ન જમાડે તો મહાપાપ, ગુરૂવચનમાં આંખ બંધ કરીને શ્રદ્ધા ન રાખે તે મહાપ, સમુદ્રપર્યટન કરે તે મહાપાપ, બ્રાહ્મણને છોકરો ભીખ માગવા શિવાયને ઉધમ શિખે અગર વાણીઆનો છોકરો ગુલામી. સિવાયનો ધંધો કરે તો મહાપાપ; આવાં આવાં પાપો ઘુસાડી દઈને લોકોને એવા તે સાંકડી બુદ્ધિના, વહેમી, અજ્ઞાન, મૂર્ખ બનાવી. દીધા છે કે તેઓ પોતાની સ્થિતિ વિચારવા અને તે સ્થિતિ સુધારવાના રસ્તા શોધવા કદી તૈયાર થઈ શકતા જ નથી. પ્રથમ તે નવ નર્ષની છોકરીને પરણાવી એટલે તે જ્ઞાન મેળવતી બંધ થઈ શરીર ખીલતું બંધ થયું, માત્ર ઘરકામ કરનારી લુડી બની અને કદાચ ૨૫ વરસની ઉમર થતાંથતાંમાં ૨-૪ બાળકોની માતા બને છે. જે વખતે દુનિયાને લાડ લેવાનો હોય, જે વખતે હેના જ્ઞાનબળ અને હૃદયબળને વિકાસ કરવાનો હોય તે વખતે તે તે ચાર બાળકેની ખટપટમાં રીબાતી હોય છે અને હેના પતિને એ બાળકની રોજની તંગીઓ પુરી પાડવા માટે ભવિષ્ય લાભ વિસારી તાત્કાલિક ફળદાતા હલકા કામમાં લાગવું પડે છે. હવે વિચારે છે, એ નાનપણથી ટુટી ગયેલાં-આશાહીન બનેલાં-કંટાળી ગયેલાં-સંસારથી અહીડાઈ ગયેલાં પ્રાણુઓ શું દેશનું કે પોતાનું હિતા સાધી શકે? અરે, એમને દેશોન્નતિને વિચાર જ કેવી રીતે આવી શકે? પારણામાં પિઢેલા બચ્ચાને માટે આંગડી જોઈતી હોય તે ખરીદવાની. જહેને ચિંતા થતી હોય તે મનુષ્ય જીવલેણ મજુરી કરવા જાય છે. દેશની સ્થિતિને ખ્યાલ આપનારાં પુસ્તકો અને છાપાં વાંચવા જાય?" નહિ, આ એક માનજો કે શરીર અને બુદ્ધિની પૂર્ણ ખીલવટ વગરનું પરણવું તે પરણવું નહિ પણ મરવું છે. દેશ-કાળ જેટલી - . કેળવણું માગે છે તેટલી આવશ્યક કેળવણી લીધા પહેલાં અને સ્વરક્ષણ માટે જોઈતું શરીરબળ (કુસ્તી અને કસરત મારફત) . મેળવ્યા પહેલાં તથા ઓછામાં ઓછાં પાંચ-સાત માણસના કુટુંબ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90