________________
કુલમાં હેમણે કેટલાક વિષેની પરીક્ષા લીધી, તેથી. વિદ્યાથીઓને અભ્યાસ ઠીકઠીક જણા; પણ વિવેક, નીતિ અને ધર્મનું શિક્ષણ હેમને અપાતું ન હોવાથી હેણે સ્કુલના અધ્યક્ષને મળીને ધર્મ-નીતિના શિક્ષણ માટે પિતાના ખર્ચે એક શિક્ષક પુરો પાડવાની ઈચ્છા બતાવી તથા જે વિદ્યાર્થી ધર્મ-નીતિના વિષય પર સારામાં સારા નિબંધ માતૃભાષામાં લખશે હેને એક ઇનામ તથા વધારેમાં વધારે નીતિથી વર્તનાર વિદ્યાર્થીને એક ઈનામ : એમ બે ઇનામ દર વર્ષે પિતે આપવા ઈચ્છા જણાવી; અને અધ્યક્ષે તે સખાવત ઘણું ઉપકાર સાથે સ્વીકારી.
વિવેકચંદ્ર, પછી, સુદર્શન વગેરેને એક વૃદ્ધ વૈદ્યના કાર્યાલયમાં લઈ ગયા. એક જુનાપુરાણું વિશાળ અને છુટા ચેગાનવાળા મકાનમાં સેંકડો બાટલા અને હજારો ડબા સફાઈથી ગોઠવાયેલા હતા. સંખ્યાબંધ ગરીબ દરદીઓ ટોળેટોળાં થઈ ચગાન વચ્ચે લિંબડાના ઝાડ તળે બેઠા બેઠા વૈદ્યરાજની પવિત્રતા, નિર્લોભતા અને પ્રવિણતાની તારીફ કરતા હતા. જુના જમાનાના નમુના રૂપ વૃદ્ધ વૈદ્યરાજ હમણાં પિતાના અભ્યાસમાં હતા. સુદર્શનની મુલાકાતે તે અભ્યાસમાં ભંગ પાડે, છતાં તે બીલકુલ કકળ્યા સિવાય શાન્તપણે બોલ્યાઃ “આપ કેમ પધાર્યા છે?”
- વિવેન્ચ વેધરાજને પગે પડી જવાબ આપ્યોઃ “દેવ! આપની તારીફ સાંભળવાથી, રાજનગરના સુદર્શન શેઠ અને હાર લાયક શિષ્ય કે જે હમણું અને માસ્તર” ની કન્યા સાથે લગ્ન માટે આવેલ છે તે આપનાં દર્શને ઈચ્છે છે.”
બહુ આનંદ થ, સુદર્શનભાઈ !” વૈધરાજ હર્ષિત થઈ બોલ્યા “ હમારી લાયકી ઘણું જગાએથી મહાર સાંભળવામાં આવી છે. આજે હમને નજરે જોવાથી હવે બહુ સંતેષ થશે. દુનિયા હમારા જેવા મહાનુભાવો વડે જ શોભે છે.”
ઓ દેવ! દેવ! આપ આ શું વદ છો? આપ જેવા પરમાથી મહાત્માના પગની રજ છું; મને આટલું મહત્વ આપી શરમાવે નહિ. હજારે દુઃખી છેને વિના લોભે આપ દુઃખમાંથી મુક્ત કરે છે, શારીરિક દુખમાંથી જ નહિ પણ આર્થિક દુખમાંથી પણ કેટલાકને ગુપ્ત રીતે બચાવે છે, અનીતિને રસ્તે હડેલા દરદીને
૫૫
Scanned by CamScanner