________________
ગુજરાન ચલાવતાં જે કાંઈ વધે છે હેમાંથી કોઈ વાર હું ગુપ્ત રીતે અત્યંત દુઃખી મનુષ્યને સ્વાય કરું છું, કઈ વાર તત્વનાં નવીન પુસ્તક ખરીદીને મહારા આત્માને અને જ્ઞાનવૃદ્ધિને ઉપકાર કરનાર લેખકોને સહાય કરું છું અને કોઈ વાર કઈ લેકહિતના વિષય પર લેખ લખી હેની ૫-૧૦ હજાર પ્રતો જાહેરમાં વિનામૂલ્ય વહેંચી લેકેની ઉત્ક્રાન્તિને હાયભૂત થાઉં છું. હવે આવા થડે પૈસે હેટે ન કરવાના ધંધામાં હું હમારે કે કોઈને ભાગ નાખું અર્થાત હમારી રકમ લઈને હમને તે મહાન અદશ્ય લાભના એક ભાગીદાર બનાવું, એ મહને–વણિકને–કેમ પાલવે ?”
સુદર્શન:–“મુરબ્બી ! આપ વધુ આગ્રહ ન કરો. આપના મ્હારા ઉપરના અવર્ણનીય ઉપકાર આગળ આ કદર કશા હિસાબમાં પણ નથી. ધિક્કાર છે મહને કે હું આજ સુધી પાસે જ પડેલા ગુલાબની સુગંધીની કિંમત ન સમજી શક્યો. મહેરબાની કરી આટલી સેવા તે આપ સ્વીકારે જ. ”
વિવેકચંદ્ર–“ ભાઈ ! આપણે એક જરૂરી કામને છેડી આડકથામાં ઉતરી ગયા છીએ. આપણે અહીં ધર્માદાની મિલ્કતના રક્ષણ માટે આવ્યા હતા અને એ કામને બદલે હારા પુરાણમાં ઉતરી પડયા એ ભૂલ જ થાય છે. મહને માફ કરે; હું કઈ રીતે મહારા પિતીકા ઉપગ અથે તે બક્ષીશ સ્વીકારી શક્તા નથી, પરંતુ “હારે હમારે આટલો બધો આગ્રહ છે હારે હેને હમણાં હમારી પાસે જ રાખો; કોઈ જાહેર હિતનું નવીન કામ હું ઉઠાવીશ તે વખતે તે રકમ હૈમાં વાપરવા માટે માગી લઇશ. અગર દૂર કચ્છ શેધવા જવું ? આ ગંગાદાસ શેઠ જે હજારે રૂપીઆની ધર્માદાની મિલકત પચને રાજીખુશીથી સેંપવા તૈયાર ન હોય તે હેમને એમ કરવાની ફરજ પાડવા ખાતર ઈન્સાફની કેટેનું શરણું લેવામાં થતા ખર્ચ માટે તે રકમ જૂદી રાખે.”
સુદર્શને તે કબુલ રાખ્યું અને સે ઉઠયા. ગંગાદાસના હાંજા ગગડ્યા ! મનમાં તે તે બળીને ખાખ થઈ ગયો હતે; પણ બહારથી મીઠાશ બતાવવા ખાતર જવારકરી, સર્વને વિદાય કરીને, ઘરનાં બારણાં બંધ કરી, એકાંતમાં જઈજાણે હેના બાપને બાપ તે જ દિવસે મરી ગયો હોય અને પિતે હેના શોકમાં હેય તેમ, ગુમસુમ થઈ બેઠે.
અને અહીં આપણે પણ એને લાંબો વખત ખુણે રાખીને વાર્તાને ચીલો બદલીશું.
૫૩
Scanned by CamScanner