Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 49
________________ લોકો મહારા તરફ માનની લાગણીથી જુએ છે; મારી સલાહ અને હાજરીથી કેટલાંક જાહેર કામ સુધર્યા છે અને થયાં છે. મહારાં હાડકાં પહોંચે છે ત્યાં સુધી તે હું લક્ષ્મીની દરકાર કરવાનું કારણ જેતે નથી. લક્ષ્મીની દરકાર હારા જેવા હાડકાના ભાગલા–બીચારાબાપડા પશુડાને જ સેંપી છે, કે જેઓને (પતે રળવાને અશક્ત હઈ) ધમદાની લત તરફ દષ્ટિ કરવાની જરૂર પડે છે. મહારાં હાડકાં હારે થાકશે ત્યારે મહે ત્યહાં–પેલા અદશ્ય ભંડારમાં જમા કરાવેલી લક્ષ્મીનો જરૂર જેટલે હિસ્સો મહને મોકલવામાં આવશે. ખપ કરતાં વધુ લક્ષ્મીથી અપચો થાય, અપચાથી દુઃખ-દરદ થાય અને તેથી મૃત્યુ થાય; માટે અને તે ઉપાધિથી હારે પરમેશ્વર જ દૂર રાખે છે. ” સઘળે શાન્તિ પથરાઈ. વિવેકચંદની વાગ્ધારાએ સર્વની વાચાને બાંધી લીધી. કેટલીક વારે સુદર્શન ઉભે થયો અને ગદ્ગદિત કંઠે વિવેકચંદ્રને ઉદ્દેશીને બોલ્યોઃ “માસ્તર સાહેબ ! આપની આવી બધી લાયકી હારા જાણવામાં આજે પહેલી જ વાર આવી. આ૫ છેક જ ખાલી છે અને રહેવાનું ઘર પણ ધરાવતા નથી એટલી બધી આપની કડી સ્થિતિ આજ સુધી મહારા જેવા લખપતિ શિષ્યની સમક્ષ પણ આપે જાહેર ન કરી એ આપના મગજની શ્રીમંતાઈ હિને આપના તરફ વધુ માનથી જેવા પ્રેરે છે. મુરબ્બી શ્રી આટલું મહારૂં માને અને આ બે હારી ડોકમોને મોતને હાર. હેના આપને ૨૫૦૦૦ રૂપૈયા ઉપજશે, કે જે રકમમાંથી એક સારા સરખું મકાન આપ અત્રે તૈયાર કરાવી શકશે.” એમ કહેતાંની સાથે સુદર્શને તે હાર વિવેકચંદ્રના ગળામાં નાખ્યો. વિવેકચંદ્ર ઉપકારની લાગણીથી ગળગળો થઈ ગયો. તે તુરત ઉબે થશે અને હાર પિતાના હાથમાં લઈ પાછો સુદર્શનની ડોકમાં નાખતાં બોલ્યોઃ “ભાઈ ! એ હાર હમને જ શોભે. હું કોઈ જાતના સગુણને વેચવા ઇચ્છતું નથી. હું હમને હારી નિર્ધનતા જણાવી નહિ અગર કોઈ જાતની લાલચ રાખી નહિ એ કાંઈ હુમારા હિત માટે નહિ પણ મહારા પિતીકા હિત માટે જ. ઉચ્ચ ખવાસ અથવા સધવતન વડે આત્માને વિકાસ-ઉન્તિ થાય છે, એ લાભ કરોડો રૂપીઆના લાભથી વિશેષ છે. મારા પિતા હમને શિક્ષણ આપવા બદલ હુને જે પગાર આપે છે. હેમાંથી સાદાઈથી પર , Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90