________________
" શેઠ, શેઠાણી અને માસ્તર ઘડી વાર મૌન થઈ બેસી રહ્યાં. કેટલીક વાર એક બીજાના હે તરફ જોયાં કીધું; પછી વિવેક ચુપકી તેડીઃ “શેઠજી! આવા ધમકીના શબ્દોથી આપે મુદલ ચિંતા કરવાની જરૂર નથી. હું જાણું છું કે ખટપટીઆ પુરૂષો ગમે તેવા નિબળ જેવા દેખાવા છતાં પણ કોઈ વખત મોટી આડખીલ રૂપ થઈ પડે છે. પણ તેટલા ખાતર આપણે ચિત્તશાતિ ગુમાવવાની કોઈ જરૂર નથી. “મરણ એક દિવસ તે આવવાનું છે જ' એ આપણે ચેકસપણે જાણીએ છીએ પણ તેથી કાંઈ હમેશ “મુએલા જેવા ગમગીન થઈ પડ્યા રહેવું જોઈતું નથી. આપણે આપણે ધર્મ” બરાબર બજાવ્યા જઈશું અને તેમ કરવામાં કાંઈ આડખીલ આવી પડશે તે તે “ધર્મ બજાવવાનું ફળ નહિ પણ પૂર્વના કોઈકુકમ નું ફળ છે એમ વિવેકથી વિચારી શાન્તપણે તે સહીશું અને ધર્મને જાળવી રહીશું. હાલ તે એક વિચાર મને સૂઝે છે; તે એ છે કે, સુદર્શનભાઈ માટે કન્યા શોધવા માટે જાતે નીકળી પડવું અને આવા “હેતના ટુકડાઓને મહેણું મારવાનો વખત જ ન મળવા દેવો.”
શેઠ શેઠાણીએ એ વિચાર માન્ય રાખ્યો અને વિવેચ બીજે જ દિવસે પ્રયાણ કર્યું.
Scanned by CamScanner