________________
ભાઈના ઘેર જઈશું અને કોઈ યુક્તિથી હેમની પુત્રીને વેવીશાળની. વાત હું છેકીશ” - તેઓ જલદી જલદી જમવું પુરું કરી, ડીઆના સ્પર્શની હેમને રહી હોવાથી ભાત પીરસાવા નીકળે તે પહેલાં તે હાથ ધંઇ ઉભા થયા અને કેવળદાસને ઘેર ગયા. . કેવળદાસ એક ગરીબ પણ નીતિમાન સ્વતંત્ર વિચારના ગૃહસ્થ હતા. ગુજરાતી અભ્યાસ પુરો કરીને સાધનના અભાવે હેમને નિશાળના મહેતાજી તરીકે રેકાઈ જવું પડયું હતું. પરંતુ રોટલાની ફિકર ટળે એટલી આવકથી તે સંતેષ રાખનારા હેઈ ફુરસદનો બધો. વખત જ્ઞાનપ્રાપ્તિમાં જ કહાડતા હતા. એમનું વાંચન બહાળું હતું; એમનો અનુભવ પણ તેવો જ બહોળે હતે. હેમના વિચારો સાત્વિક અને ઉંડા હતા. તેઓ જેમ તેફાની સુધારાને પસંદ કરતા નહિ તેમ સડેલા પુરાણું રીવાજોને પણ હું આપતા નહિ. '
અનુભવ જેમ જેમ વધતો ગયો તેમ તેમ કેવળદાસને સરકારી નોકરીમાં રહી અમુક રીતે જ શિક્ષણ આપવાનું બંધન ગમ્યું નહિ; કારણ કે તે પદ્ધતિથી છોકરાની જીંદગીને સૌથી વધારે ઉપયોગી -ભાગ ઘણે નકામો જતો હતો અને હેમની બુદ્ધિ કેળવાવાને બદલે
હેર મારી જતી, એમ હૈમને લાગતું હતું. તેથી પ્રજાકીય ધેરણપર, એક શાળા પોતાના તરફથી જ હેમણે ખોલી હતી અને હેમાં નમુનેદાર શિક્ષણ અપાતું હતું. આ નિશાળમાં ૫-૬ વર્ષ ભણીને નીકળનારા છોકરા “માસ્તર લોક” બનતા નહિ પણ શાહુકાર” બનતા; તેઓ દશ-બાર રૂપેડીની ઓશીયાળ કરતા પોલીસ્ડ ભિક્ષુક બનતા નહિ પણ હજારો રૂપીઆની ઉથલપાથલ કરતા સ્વતંત્ર પર્ણ સાદા “વાણીઆ” બનતા.
કેવળદાસ શેઠની નિશાળના જન્મદિવસે જ હેમને એક પુત્રી રૂપી રત્નની પ્રાપ્તિ થઈ હતી; તેથી આજે તે શાળા તથા બાળા બન્નેની ઉમર ૧૬ વર્ષની થઈ હતી. આ પુત્રી પછી ૭ વર્ષે હેમને એક પુત્રની પણ પ્રાપ્તિ થઈ હતી. હેમની પત્ની લક્ષ્મી, પુત્ર મણિ લાલ કરતાં પણ પુત્રી વિદ્યુતબાળા પર વધારે ચાહ રાખતી હતી, કારણકે તેણી એમ સમજતી હતી કે એ બાળા ગર્ભમાં આવી હારથી હેમના હાના ઘરમાં દરેક જાતનું નિર્દોષ સુખ આવવા લાગ્યું હતું.
Scanned by CamScanner