Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 43
________________ બ્રાહ્મણ ધિર્મની ઈર્ષ્યાથી યોજેલી છે, દેવનું નામ ફેરવીને એની એ જ વિધિ કરવામાં આવે એનું નામ ઈર્ષ્યા નહિ. તે બીજું શું? એ. ક્રિય બ્રાહ્મણને હાથે કરાવવામાં આવે કે જેનના હાથે તેથી કાંઈ તફાવત પડતું નથી; સવાલ માત્ર એટલો જ છે કે ધર્મ વિરુદ્ધ ક્રિયા ન થવી જોઈએ. જેનના હાથે અનંતા જીવોની હિંસાનું પાપ શાન્તિનાથને માથે ઢળવામાં આવે તે, બ્રાહાણના હાથે ગણેશને સ્વાહા કરવાના રીવાજ કરતાં ખરેખર બમણું દોષિત ગણી શકાય.” , , , ઉત્તમચંદ, કેવળદાસ, સુદર્શન વગેરે સર્વને આ જ્ઞાનવાર્તામાં ઘણે રસ પડે. આ પ્રસંગે બ્રાહ્મણે અર્થ વગરના મંત્ર ઉચ્ચારે અને સર્વ કોઈ કંટાળીને બગાસાં ખાય તે કરતાં આવી જ્ઞાનચર્ચા ચાલવાથી સર્વને ઘણો આનંદ પડે. એ આનંદમાં ભાત પાડવા માટે –એ આનંદને વિવિધતા આપવા માટે—કન્યા તરફની સ્ત્રીઓએ એક મંગળ ગીત ઉપાડયું અને એવા તે લાંબા રાગથી લલકાયું કે સાંભળનારાઓ પર ઉંધની અસર થવા લાગી. એ ગીતમાં તે ગાનારીએએ એવો અર્થ સૂચવ્યો કે - " વીર સુદર્શને જેનેથી વસાયલી પૃથ્વીને અહર ઉઠાવવાનું વ્રત લીધું. ઘણું બહાદુરીથી તે કામ હેણે શરૂ કર્યું, પરંતુ કંટાળે. અને થાકને દૂર કરનાર એક મિત્રની હેને જરૂર જણાઈ એ જરૂર પૂરી પાડવાનું કામ સુભાગ્યે ગાનારીઓની સખી વિદ્યુતવાળાના ભાગ આવ્યું. હવે સુદર્શનકુમાર પૃથ્વીને પિતાના માથે ઉપાડી ઉભા રહેશે. અને વિદ્યુતબાળા “મહારે માથે બેજે છે એવો વિચાર ભૂલાવવા. માટે કુમારની આસપાસ ગરબા ગાતી ઘૂમશે; તે જોઇ કુમાર આનંદ પામશે અને વગર થાયે ભારને વહન કરી રહેશે. એ મનહર દક્ય જેવા લક્ષ્મી દેવી અને સરસ્વતીદેવી તથા બીજી અનેક આનંદદાયક દેવીએ આવી પહોંચશે; તેઓ વીર સુદર્શનનું બળ અને વિધુતબાળાનું લાલિત્ય જોઈ પ્રસન્ન થશે અને તે પ્રસન્નતાને લાભ કુમારે ઉપાડેલી પૃથ્વી પરના જેને આપણે તેઓ તે વખતથી બળવાન, રૂપવાન, લક્ષ્મીવાન, બુદ્ધિવાન અને નીતિમાન બનશે સર્વ એકઠા ભળીને આજનાં વરકન્યાને પુષ્પવૃષ્ટિથી ઢાંકી દેશે; આખી પૃથ્વી પુષમય બની જશે . . ' . ' . ' Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90