________________
વિધુત્કાળાને વેવીશાળ માટે કેવળાસને હના સગાવ્હાલાં વણી ઉતાવળ કરાવતાં; પરન્તુ કેવળદાસ જરાકે અહીડાયા સિવાય કપ સાંભળ્યા કરતા અને વેવીશાળને અનુકૂળ સધળા જેગે મળતા સુધી શાનિથી રાહ જોતા.
જે વખતે વિવેકચંદ્ર તથા ઉત્તમચંદ, કેવળદાસના ઘરમાં દાખલ થયા તે વખતે એક સ્વચ્છ પરંતુ આકર્ષણીય ઓરડામાં એક ચટાઈ પર કેવળદાસ બેઠા હતા. સામે વિદ્યુતબાળા હાથમાં પડી લઈ વાંચતી હતી અને પિતાને સવાલ કરતી હતી. આંગણુમાં કઈનાં પગલાં સંભળાયાં કે તુરત વિદ્યુતબાળા બારણુ તરફ દેડી અને કાકાને જોઈ હેને જયજિનેન્દ્ર એવા શબ્દોચ્ચારથી પ્રણામ કરી બન્નેને પરમાં પ્રવેશ કરાવ્યો. કેવળદાસે પણ હેમને યોગ્ય સન્માન આપી પાસે બેસાડયા અને જળ તથા પાનસેપારી આપી હેમનું આતિથ્ય કર્યું
કેટલીક આડીઅવળી વાતચીત કર્યા પછી ઉત્તમચદે વિદ્યુતબાળાના વેવીશાળની વાત છેડીઃ “ભાઈ કેવળદાસ ! રાજનગરનિવાસી શેઠ ગાંડાલાલના પુત્ર સુદર્શનનું નામ હમારા સાંભળવામાં આવ્યું છે ?
હા; ઘણી વાર નામ સાંભળ્યું છે, એટલું જ નહિ પણું એની તારીફની સુગંધી ચોતરફ ફેલાયેલી જોઈ એક જ્ઞાતિબંધુ અને સ્વધર્મી બંધુ તરીકે મહને અત્યંત હર્ષ થયે છે. હે એકાદ વખત હેમની મુલાકાતને પણ પ્રસંગ લીધું હતું અને આટલી નાની ઉમરમાં તે સંસ્કારી છે જે જ્ઞાન અને વિનય ગુણની પ્રાપ્તિ કરી છે તે જોઈ મહને આશ્ચર્ય થયું હતું.” . “એ જગાએ બહેન વિધુતનું વેવીશાળ કરીએ તે?”
“કેવી અસંભવિત વાત! એ લક્ષાધિપતિઓ આપણા જેવા નિધનને તહાં પોષાય જ કેમ?”
“અને તે પોષાય એવો રસ્તો હું કરી આપું તે?” “એટલે?” “એટલે એ જ કે હું હેમની ‘હા’ મેળવી આપું તે?” . “હા મેળવવી એ જ એક મુશ્કેલી નથી, પરંતુ મહેટા ધરની અને પાલવમા જેટલી શક્તિ હારી નથી,”,
Scanned by CamScanner