________________
ને ઉપયોગી થઈ પડવાને કલકરાર કરે તે; એવા કલકરાર વખતે બન્ને પક્ષનાં થોડાક માણસે તથા જ્ઞાતિનાં તટસ્થ માણસે સાક્ષી તરીકે હાજરી આપે. આવા કાયમના કેલકરાર જેવા ગંભીર બનાવને ખાવાપીવા તથા મોજ માણવાના પ્રસંગમાં ફેરવી નાખે કોઈ રીતે વાજબી નથી. હમ મિત્રોના પુન્ય પ્રતાપે મારી પાસે ૧૦૦૦ -૨૦૦૦ ખર્ચવા જેટલી તો શક્તિ છે. પણ તે ખર્ચથી નથી લાભ વરને, કે નથી લાભ કન્યાને; નથી લાભ હવે કે નથી લાભ દેશને. તે નાણુને સારામાં સારે ઉપગ શા માટે ન કરવો ?”
“હવે હું સમજ્યો;” ઉત્તમચંકે કહ્યું “ હમારે બનેને. ઇરાદો સુધારો દાખલ કરવાને છે; અને સુધારક તરીકે માત્ર ઉપદેશ આપીને બેસી ન રહેતાં ઘરથી જ સુધારે શરૂ કરવા માગે છે. જે. એમ જ હોય તો હમ સમાન વિચારના માણસો સગા તરીકે મળી આવ્યા એ માટે હમને બન્નેને અભિનંદન આપું છું. ગાડાલાલ શેઠ જેવા લક્ષાધિપતિ-કહે કે ક્રોડપતિ-કદાચ પાઈ પણ ખર્ચ ન કરે છે તેથી હેમને મળતું નથી, માટે ખર્ચતા નથી' એમ તો કે નહિ જ કહી શકે.” '
“અને કદાપિ કૃપણતાનું તહોમત કોઈ મૂકે તે સંભવિત છે; પણ તે સંભવ દૂર કરવાના રસ્તા છે.” વિવેકચંદે ઉમેર્યું. | ચર્ચા પુરી થઈ. વેવીશાળ નક્કી થયું. લગ્નતિથિ પણ તે જ વખતે મુકરર કરવામાં આવી અને સર્વ કામ સિદ્ધ કર્યા પછી વિવેકચંદ્ર રાજનગર તરફ પ્રયાણ કર્યું.
Scanned by CamScanner