________________
તે સાંજે જ્ઞાતિજનો મેળાવડો હતો. ઉત્તમચંદનું આખું ઘર એ મેળાવડામાં આમંત્રાયલું હતું તેથી વિવેકચંદ્ર એકલા માટે રસોઈ કરવી પડે તેમ હતું. પરંતુ વિવેકી વિવેકચંદ્ર નાતમાં જમવા જવાની ઈચ્છા બતાવવાથી એના નિમિત્તનો “આરંભ સમારંભ” બચ્યો !
સાંજના ચાર વાગ્યા. યુવાન સ્ત્રીઓ અને કન્યાઓ, યુવાન પુરૂષ અને બટુકેની હાનીઓંટી ટુકડીઓ સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને
જાહેર રસ્તા પર થઈને જતી જોવામાં આવવા લાગી. વિવેકચંદ્ર કે જેને અવલોકન કરવાને સ્વભાવ હતો તે દરેક બાબતને અનુભવ લેવાને પોતાના મિત્ર સાથે રહેલોવ્હેલ નાતમાં જવાને તૈયાર થયો. તે, રસ્તે જતાં સ્ત્રીપુરુષોનાં ટેળાંને નિહાળીને જેતે અને હેમની વાત સાંભળતા. કુમારીકાઓ અને વધુઓ મુખ્યત્વે કેવી વાતેમાં આનંદ લે છે તે સાંભળી તે પરથી નાતની સ્થિતિને ખ્યાલ બાંધતે. પશાક અને ચાલવાની ઢબ ઉપરથી તે નાતની નીતિને મત બાંધતા. સરિયામ રસ્તે અવલોકન કરતો કરતો તે એક પિળની દરવાજા પાસે આવી પહોંચે, કે જહાં સંખ્યાબંધ સ્ત્રીઓ જમવા બેઠી હતી. આ સ્ત્રીઓ ઉઠે ત્યારપછી પુરૂષોને જગા મળવાની હતી તેથી પુરૂષ રાહ જોઈને આડાઅવળા બેઠા હતા અને સ્ત્રીઓ પુરૂષોને તપાવવાના મળેલા આ પ્રસંગને લાભ લઈ વાગોળાની મારક ચણતી ચણતી એકાદ બે કલાકની મજા લેતી હતી!
સારાંસાર ખાનદાન ઘરની બેરીઓ હમણાં ખુલ્લી પિળ વચ્ચે ગંદી જમીન પર પત્રાળી નાખીને બેઠી છે. કેટલીક તે લધુનીતિના ચાલેલા રેલા ઉપર ધૂળ નાખવાની પણ તકલીફ લેવા રાજી નહતી. એક ગજને છેટે આવેલાં જજની દુર્ગધ પણ તેઓને નડતી નહોતી; અને મિષ્ટાન્ન જમ્યા પછી ભાત પીરસાવા માંડ્યો કે તુરતજ પત્રાળીઓ લુટવા માટે રાહ જોઈને બેઠેલા સ્ટેડીઆ નાતમાં ઘુસીને એંઠાં હેવાળી સ્ત્રીઓને ધકકા મારતા હતા તે વખતે તે સ્ત્રીઓને પ્રષ્ટાચારને પણ ખ્યાલ રહેતા નહોતા.
આ સઘળું વિવેકચંદ્ર પાટ ઉપર બેઠાં બેઠાં જોયાં કરતે હતે. ડીઆની લુટ પૂરજોસથી ચાલતી હતી એવામાં તે લૂંટારૂઓની ટાળી -વચ્ચેથી એક અવાજ સંભળાયો: “પકડે, પકડ !” સર્વના કાન
Scanned by CamScanner