________________
R
YrE
પ્રકરણ ૪ થું.
કન્યાની શોધમાં. વિવેકચંદ્ર પિતાના શિષ્ય માટે કન્યાની શોધ
કરતે કરતે અનેક ગામ-નગર-પૂરપત્તન ફરતો ફરતે ઘણો થાકી ગયે; પણ હેને કોઈ સ્થળે સંતોષ મળે નહિ. એક વખત તો એને
એમ જ કલ્પના થઈ આવી કે, શું હિંદ આ કન્યારત્ન વગરને જ થઈ ગયે છે? શું
હિંદમાં બધા કાચ જ છે-રત્ન કોઈ જ નથી? એવી નિરાશ ઉત્પન્ન થવાથી તે એક વાર તે એવા નિશ્ચય પર આવી ગયો કે, હવે તે જે મળે તે કન્યા લઈ લેવી, કે જેથી દુષ્ટ માણેકચંદનું મહેણું સાંભળવું ન પડે. પરંતુ વધારે ઉંડા ઉતરીને વિચાર કરતાં હેને તે વિચાર અહિતકારક જણાય. હેણે પહેલાંના વિચાર સાથે મનમાં જ યુદ્ધ આરંહ્યું: શું એક રત્ન જેવા યુવાનની આખી જીંદગીને મહારી આળસ કે હુંપદ ખાતર બરબાદ કરવા હું નીકળ્યો છું? નહિ; મહને જરા વધારે પરિશ્રમ પડશે તે હું સહન કરીશ, માણેકચંદ જેવા બસો બદમાસનાં મહેણું પણ સહન કરીશ, પણ અગ્ય પત્નીને લીધે હારા શિષ્યને આખી જીંદગી સુધી નિસાસા નાખવા પડે એ જોવાનું મારાથી હરગીજ સહન થશે નહિ. બહુરત્ના વસુંધરા માં કંઈક રત્નો પડયાં હશે. મહને અદ્યાપિ સુધી ઈચ્છીત અર્થ નહિ પ્રાપ્ત થવાનું કારણ મહારા સંકલ્પની નબળાઈ જ છે. સંકલ્પબળ વગરને માણસ તણખલા તુલ્ય છે એમ કહેતાની સાથે તે તે ઉઠો અને વિજયનગર કે હાં પિતાને મિત્ર ઉત્તમચંદ રહેતો હતો ત્યહાં ગયે. આગમન જન મિત્રને જણાવતાં મિત્રે પિતાથી બનતી મદદ આપવા વચન આપ્યું. )
૩૧
Scanned by CamScanner