________________
આ વગેરે કારણોને લઈને સુદર્શનભાઈ માટે હું તો આ શહેરની કન્યા કઈ રીતે લેવા નહિ જ દઉં.”
શેઠાણીને “માસ્તર ની દરેક વાત બરાબર લાગી અને હેતા ચહેરા ઉપર ડેની પસંદગી-નાપસંદગીને આધાર હમેશ રહેતા હતે એવા ભળીઆભટાક ગાંડાલાલ શેઠે પણ માથું ધુણાવીને ગંભીર વદને કહ્યું જ બરાબર છે; માસ્તરની વાત બરાબર છે.”
માણેકચંદ શેઠ કે જે ગાંડાલાલ જુને નેહી હતે હેને મળેલા આ જાતના સત્કારથી હેને ઘણું લાગી આવ્યું તેથી હે “માસ્તરને દાઢમાં ઘાલ્યો અને કહ્યું કે “માસ્તર સાહેબ ! આજકાલ આપને ગાંડાલાલ શેઠ જેવા ભાગ્યશાળી પુરૂષનો હાથો મળ્યો છે એટલે શી વાત કરવી ? કોડપતિના માનીતા જે બોલે તે પિવાય. જુઓ મહેરબાન, અમારે તો કાંઈ નથી; પણ આપના આવા વિચારોથી અમારા જુના સ્નેહીના રત્ન જેવા પુત્રને જીંદગીભર વાંઢા આથડવું પડશે, એ જ અમને સાલે છે. અને દસ-વશી સર્વની ચાલ્યા કરે છે; તે ન કરે નારાયણ ને જે શેઠજીની દશા પલટાઈ તે આપને આવો મિજાજી સ્વભાવ દુનિયામાં કોઈ સ્થળે કેમ વિશે એની મ્હને ચિંતા થાય છે.” " “માણેકચંદ શેઠ!” માસ્તરે ઠાવકું મોં રાખી કહ્યું “હારી ચિંતા રાખવા માટે આપને ઉપકાર માનું છું. પરંતુ જેમ આપને મારી ચિંતા છે તેમ મહને પણ આપની ચિંતા થાય છે. આપ ઉત્તમ મનુષ્ય જન્મ તયા ઉત્તમ ક્ષેત્રમાં ઉત્તમ કુળ સાથે જૈન ધર્મ જે ઉત્તમ ધર્મ પામવા છતાં વરવિક્રય અને કન્યાવિક્રય જેવા મહાપાતકની દલાલી કરે છે અને વળી સલાહ આપનાર પર ક્રોધ કરી આત્માને બમણે મલીન બનાવી છે તે પૂર્વનાં સુકૃત્યનું અત્યારે જે ફળ ભોગવે છે તે ફળ ભેગવાઈ રહ્યા બાદ આપની શી વલે થશે, એની મને ચિંતા થાય છે.”
“દીક છે, બચ્ચા, હું જોઈ લઈશ. વલે હારી કે મહારી થાય છે તે આ ભવમાં જ બતાવીશ” એમ કહેતાની સાથે લાલચોળ થઇ ગયેલો માણેકચંદ શેઠ એકદમ ઉભું થયું અને શાન્તન માટે તૈયાર થયેલાં શેઠાણી એક અક્ષર પણ બોલે તે પહેલાં તો સકસટે એર છોડી ચાલતે થે.
Scanned by CamScanner