Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 21
________________ માગાં ઉપર માગાં આવતાં અને તે પછી કહાડવામાં આવતાં. પરંતુ વીસમા વર્ષની આખરમાં એક પ્રસંગે શેઠ, શેઠાણી અને વિવેકચંદ્ર ત્રણે વચ્ચે ઘર સમ્બન્ધી કાંઈ વાતચીત ચાલી રહી હતી. એવામાં કઈ પુરૂષ દાખલ થયો અને શેઠને જવાર કર્યા. “પધારે! માણેકચંદ શેઠ, પધારે!” કહી ગાંડાલાલે બે ડગલાં સામા જઈ આવનારને સત્કાર કર્યો અને પિતાની પાસે બેસાડી પાનસોપારી આપ્યા બાદ આગમનપ્રયોજન પૂછ્યું. “શેઠજી!” માણેકચંદે શરૂ કર્યું “ આપના ચીરંજીવી વીસ વર્ષની ઉમરના થવા છતાં આપે કેઈનું માથું કબુલ રાખતા નથી, એ માટે બહાર વિવિધ વાતે સંભળાય છે. આપ તે હમજીને તેમ કરતા હશો; પણ લોકે મરજીમાં આવે તેમ બોલે છે. માટે આપના સ્નેહી તરીકે સલાહ આપું છું કે હવે વિલંબ કરવામાં સાર નથી.” માણેકચંદભાઈ! હમારી વાત વાજબી છે, પરંતુ જુગતજુગતું જોડું મળતું હોય તો અમારે કાંઇ વિલંબ કરવાનું કારણ નથી.” શેઠજી! લોકો પણ આ જ કારણથી આપની વાત કરે છે. કહે છે કે ગાંડાલાલ શેઠ લક્ષ્મીના મદથી છેક જ છકી ગયા છે.” ગાંડાલાલ શેઠ આ વાત સાંભળીને જરા ઝંખવાણું પડ્યા; હેમના મનમાં વિચંદ્રની હઠ બેટી ભાસી. : “માણેકચંદભાઈ! પણ હવે હમારા જાણવામાં કઈ સારું ઠેકાણું છે?” શેઠે પૂછ્યું. “હાજી; બે જગા માટે હું આપને ભલામણ કરી શકું છું. એક તે આ ગામના ભગવાનદાસ શેઠની દીકરી અને બીજી વધમાનપુરીના સગાળશા શેઠની દીકરી. આ બન્નેની તપાસ કરી ખાત્રી કરો.” માણેકચંદે જવાબ આપ્યો. “કેમ, માસ્તર!” ગાંડાલાલે વિવેકચંદ્ર તરફ જઇને પૂછયું હમે આ બન્ને કન્યાઓની તપાસ કરી આવશે?” ઘણી ખુશીથી, શેઠજી!” હાજરજવાબી વિવેકચંદે જવાબ વાળ્યો “પરંતુ આપણે ઘણીખરી તપાસ તો આપના આ નેહી ભારત અહીં જ કરી શકીશું; પછી જરૂર જણાશે તે કન્યાઓને જેવા પણ હું જઈશ.” ' Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90