Book Title: Sudarshan Part 01
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 20
________________ Cyોઈને, જ પ્રકરણ ૩ જુ. વિવાહની વાત. ''. દર્શનના શિક્ષક વિવેકચંદ્રની બુદ્ધિ, નીતિ અને પવિત્રતાની છાપ સુદર્શન ઉપર કેવી પડી તે આપણે જોઈ ગયા; અને બાળ વયમાં પડેલા તે સંસ્કાર જીંદગીભર કાયમ રહે છે તે આપણે હવે પછી જોઈશું. એ ઉપરથી આપણને એક કિમતી ધડે મળશે કે, બાળકની કેળવણી ઉપર પુરતું લક્ષ આપવું એ પહેલામાં પહેલી જરૂરીઆત છે. પોતાના પુત્રને અંગબળ, બુદ્ધિબળ અને નીતિબળ ત્રણેને ખજાને આપવો એ જ પ્રેમાળ પિતાને શ્રેષ્ઠ ધર્મ છે અથવા ખરો વારસે છે; અને એ ધર્મ નહિ બજાવનાર પિતા “પિતા” નહિ પણ “શત્રુ– અગર કહે કે કસાઈ છે. પુરતી કાળજીથી ઉછેરવામાં આવેલાં બાળકો ભવિષ્યમાં કુટુંબનાંગામનાં અને દેશનાં–રે પૃથ્વીનાં ભૂષણરૂપ થઈ પડે છે. વિચંદ્રને વિચાર પિતાના શિષ્યને જલદી જલદી પરણાવી દેવાને નાતે; જે કે આવા ધનાઢય કુટુંબમાં કન્યા આપવા એટલા બધા માણસો તલપી રહ્યા હતા કે એ બધાનાં નાળીએરોને એક જગાએ એકઠાં કર્યા હતા તે એકાદ ઓરડો ભરાત! પરંતુ વિવેકચંદ્ર રંભા શેઠાણીને હમજાવો અને શેઠાણી ગાંડાલાલ શેઠને હમજાવી દેતાં. વિવેકચંદ્રનો વિચાર એવો હતો કે સુદર્શનને વિચારોમાં–સુદર્શનના આનંદમાં-સુદર્શનની લાગણીઓમાં જે કન્યા ભાગ લઈ શકે તેવી જાય તેવી જ કન્યા શોધી કહાડીને હેને પરણાવવી અને એવી ન મળે તે સુદર્શન જેવા એક બ્રહ્મચારી અને શ્રીમંત મહાત્માને જગસેવા નામની સુંદરી સાથે જ વરાવી દે! Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90