Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
xvi
પ્રસ્તાવના
અરિહંત પરમાત્માનો વાચક છે તેમ તે જૈનેતર લોકના ઉપાસ્ય ‘બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ(A)’ નો પણ વાચક છે. એવી જ રીતે વ્યાકરણની સર્વગ્રાહ્યતા માટે સ્યાદ્વાદના આશ્રયે જવું ખૂબ જરૂરી છે. કેમ કે કો’ક દર્શનકાર શબ્દને એકાંતે નિત્ય માને છે, તો બીજા એકાંતે અનિત્ય માને છે. વળી શબ્દાદ્વૈતવાદીઓ આખા વિશ્વની ઉત્પત્તિ શબ્દમાંથી (શબ્દબ્રહ્મમાંથી) થયેલી સ્વીકારે છે, જ્યારે નૈયાયિકો શબ્દને આકાશદ્રવ્યમાંથી ઉત્પન્ન થયેલો સ્વીકારે છે. એકનો એક ‘ફૂલ’ શબ્દ અંગ્રેજ વ્યકિત માટે ગાળ રૂપ બને છે. જયારે અંગ્રેજીના અજ્ઞ હિન્દી-ગુજરાતી ભાષીને મિષ્ટવચન લાગે છે. (અર્થાત્ એકના એક શબ્દમાં અપશબ્દની પ્રતીતિનું ઉત્પાદકત્વ અને મિષ્ટ વચનની પ્રતીતિનું ઉત્પાદકત્વ; આમ વિરુદ્ધ ધર્મો રહેલા છે.) આ બધા સ્થળે જો એકાન્તનો = નિરપેક્ષપણે એક પક્ષનો આશ્રય કરવામાં આવે બીજો પક્ષ પ્રક્ષિપ્ત થવાથી દુભાય, તેથી વ્યાકરણની સર્વગ્રાહ્યતા હણાય. પણ જો સ્યાદાદના = અનેકાન્તવાદના શરણે જઇએ તો તે દરેક પક્ષને સાપેક્ષપણે સ્વીકારતો હોવાથી હરકોઇ પક્ષ જળવાઇ જવાથી વ્યાકરણની સર્વપાર્ષદતા અક્ષુણ્ણ રહે. આમ સ્યાદ્વાદ તો વ્યાકરણની સર્વપાર્ષદતામાં અતિ ઉપકારી છે. હવે કોઇ એમ કહે કે ‘“સ્યાદ્વાદથી ભલે બધા પક્ષ જળવાઇ જતા હોય, પરંતુ તે બધા પક્ષને જાળવવા માટે વપરાયેલો સ્યાદ્વાદ કોઇ એકાંતવાદી પક્ષને માન્ય નથી, માટે શ્રી સિદ્ધહેમ વ્યાકરણની સર્વપાર્ષદતામાં કાણું પડચા વગર રહેતું નથી.’’ તો એમ કહેવું પણ ઉચિત નથી. કેમ કે 'સિદ્ધિઃ સ્વાદાવાત્ .ß.૨' સૂત્રનો જેમ જૈનોને માન્ય એવો ‘કોઇ પણ શબ્દની સિદ્ધિ સ્યાદ્વાદથી = અનેકાંતવાદથી થાય છે' આમ અર્થ થાય છે. તેમ તેનો 'વાવાત્ સિદ્ધિઃ સ્યાત્' આમ અન્વય કરી ‘શબ્દની સિદ્ધિ વાદથી = તત્ત્વને જાણવાની ઇચ્છાથી થાય છે’ આવો સર્વમાન્ય અર્થ પણ કરી શકાય છે. માટે શ્રી સિદ્ધહેમ વ્યાકરણની સર્વગ્રાહ્યતામાં ક્યાંય છિદ્રાન્વેષણ કરવું શક્ય નથી, અર્થાત્ તે સર્વપાર્ષદ વ્યાકરણ છે.
પાણિનિ વ્યાકરણમાં અતિવિસ્તાર થઇ ગયો છે, તેનું કારણ એ છે કે જે પ્રક્રિયા અલ્પ સૂત્રોથી ટૂંકમાં સાધી શકાય એવી છે, તેને માટે તેમાં ઘણા સૂત્રો રચી દીધા છે. જેમ કે –
સિદ્ધહેમ વ્યાકરણ
(1)
પાણિનિ વ્યાકરણ सर्वादीनि सर्वनामानि १.१.२७ सर्वनाम्नः स्मै ७.१.१४ ङसि-ङस्योः स्मात्स्मिनौ ७.१.१५ विभाषा दिक्समासे बहुव्रीहौ १.१.२८ न बहुव्रीहौ १.१.२९ पूर्वापरावरदक्षिणोत्तरा० १.१.३४
स्वमज्ञातिधनाख्यायाम् १.१.३५
अन्तरं बहिर्योगोपसंव्यानयोः १.१.३६
(A) अकारेणोच्यते विष्णू रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण हरः प्रोक्तस्तदन्ते परमं पदम् ।। (लघुन्यास १. १. १)
सर्वादेः स्मैस्मातौ १.४.७