Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જનમભુવન : : ૩૧
પાછલાં વર્ષોમાં મારે અને તેમને કોઈ કોઈ વાર મતભેદ થતો. તેનું કારણ એ હતું કે તેઓ કહેતા, વહુઓને જેમ સુખ ઊપજે તેમ કરવા દો અને મને એમ થતું કે આપણા ઘરનો મોભે જળવાઈ રહે તે જાતની કેળવણી આપવી. પરંતુ તેમની લાગણી અને સહાનુભૂતિભર્યો સ્વભાવ એટલે તેમને મન સૌ રાજી રહે તેવી ઈચ્છા રહેતી. આથી ઘણી વાર વિરોધ થતો. તેમાં હું ગુસ્સે થઈ હાઈશ પણ તેઓ તો શાંત જ રહેતા. બધાની પ્રસન્નતામાં જ એમની પ્રસન્નતા હમેશ રહેતી.
પાકિસ્તાન થતાં બધાને ધીરે ધીરે દેશમાં આવવાનું થયું. છેલ્લાં ત્રણ વર્ષ પેઢીના ભાગીદાર શ્રી ગોપાલજીભાઈ અને તેઓ અનેક પ્રકારની મુશ્કેલી વેઠી ત્યાં રહ્યા, છતાંય પોતાની ફરજ ભૂલ્યા ન હતા. છેલે રહેવાના બંગલા, ઘર, દુકાન વગેરે બધાંના જ્યારે પાકિસ્તાન સરકારે કબજો લઈ લીધો, ત્યારે તેઓ સ્વામીનારાયણની ચાલીમાં રહેતા. તે અરસામાં તેઓ આત્મવિચાર કરવામાં દરરોજ નિયમિત સમય ગાળતા ને પત્રોમાં આત્મસિદ્ધિની ગાથા અવશ્ય લખતા. પરમકૃપાળુ દેવ પ્રત્યે તેમની ઊંડી શ્રદ્ધા હોવાથી જેટલા બને તેટલો વખત આત્મવિચારાર્થે ભક્તિ ભાવનાપૂર્વક ગાળતા. પરમકૃપાળુ દેવના જન્મસ્થાન વવાણિયામાં હાલ જે તીર્થધામ “ શ્રીમદ રાજચંદ્ર જન્મભુવન” છે, તે તેઓએ તન, મન અને ધનથી બંધાવ્યું છે, અને પરમકૃપાળુ દેવ પ્રત્યેની શ્રદ્ધાનું એ મૂર્તિમંત સમારક છે.
પાકિસ્તાનમાં સઘળાં મકાનોને સીલ દેવાયાં છે અને સરકારે તેનો કબજો લઈ લીધો છે, એવો તાર હું અને પૂ. મેટાબા રાજકોટ હતાં ત્યાં આવ્યા. અમને ઘણા જ ગભરાટ થયો. શું કરવું તેની કાંઈ સૂઝે નહોતી પડતી. અને કરવાનું પણ શું હોય ? કલ્પાંત કયે શું વળે ? ત્યારે પરમકૃપાળુ દેવે જે દિશા સુઝાડી, તેથી મન શાંત રાખી રહ્યાં હતાં. તે વખતે જરા સ્વસ્થ થઈ વિચાયુ' કે પ્રભુનું શરણ જ સર્વશ્રેષ્ઠ છે. એકાંતમાં પ્રભુની છબી રાખેલી હતી. તેની સરમુખ બેસીને વચનામૃત ઉઘાડયું” અને જાણે પ્રભુએ જ પ્રેરણા કરી હોય તેમ નીચે પ્રમાણેનું વચનામૃત નીકળ્યું : ‘ મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાએ