Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૧૪૨ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
ઉપદેશ આપી મુક્તિમાગને દેખાડનારા મહાપુરુષો પણ કંઈ ઓછા થયા નથી. યુદ્ધમાં ઘા સહન કરી વીજળીવેગે ખગ ચલાવી વિજય પ્રાપ્ત કરનાર વીર યોદ્ધાઓ પણ કંઈ ઓછો થયા નથી. અગાધ સર્જનશક્તિ તેમ જ દશનશક્તિદાતા કવિઓ પણ ઓછા થયા નથી. તારી કૃખ ઉત્તમ મનુષ્યમણિનો ખજાનો છે. હે સુંદર સૃષ્ટિ ! આવી તારી અકળ લીલા માટે તારા આ બાળકનાં પ્રણામ સ્વીકારજે.
જૈન ધર્મમાં મનુષ્યજન્મને શ્રેષ્ઠ માન્ય છે. એ કથનને ચરિતાર્થ કરતા એક મહાત્માનું વર્તમાનકાળનું જન્મચરિત્ર જનમંડળ આગળ ખડું કરું છું. તે મહાત્માની અજબ શક્તિથી હું દિમૂઢ થઈ તેને પ્રણામ કરું છું કારણ કે તેમના આત્મસંતર્પક સાંનિધ્યથી કર્મ સચિતના વિષયમાં હું પૂરેપૂરો આસ્તિક થયે; તેમની અનુપમ ધર્મવૃત્તિથી મારામાં ધર્મ પ્રકાશ પ્રગટયો અને તે દિવ્ય દર્શનથી પ્રભાવિત થઈ હું તે પુરુષને પરમેશ્વર જ માનું છું; તે મહાત્મા પુરુષના ચરિત્રની આ ઝાંખી વાંચી આપને પણ જરૂર આનંદ પ્રાપ્ત થશે એમ હું માનું છું.
એ મહાત્માનો જન્મ સંવત ૧૯૨૪ના કાર્તિક સુદ પૂર્ણિમા એટલે દેવદિવાળીના દિવસે સૌરાષ્ટ્રમાં વવાણિયા બંદર નામના ગામમાં દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ રવજીભાઈ અને માતુશ્રીનું નામ દેવબાઈ. એ મહાત્માનું નામ રાયચંદ્ર. એમના દાદા પરમ ઈશ્વરભક્ત અને નીતિમાન પુરુષ હોવાથી, રાયચંદ્રભાઈને બાળપણથી જ તેઓની વિશેષ સહાયતા મળી હતી. શ્રીમંત અને ઉચ્ચ કુળમાં જન્મેલો આત્મા શ્રેષ્ઠ વિચાર ધરાવનાર થયા એમાં કોઈ વિધિસકેત હશે. રાયચંદ્રભાઈનું હસતું મુખારવિંદ, બાલસુલભ સરલ પણ સાટ એવી મીઠી અમીઝરતી વાણી, ઉમદા રીતિ વગેરે લક્ષણોથી બાળપણથી જ તેઓ અદભુત વ્યક્તિત્વવાળા લાગતા.
એમના પિતાજીના તેઓ એક જ પુત્ર હોવાથી એમનું લાલનપાલન ઉત્તમ પ્રકારે થયું હતું. સાડા સાત વર્ષની ઉંમરે એમને