Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૭૧
શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવાગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઇચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરેધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; તોપણ સમુરચય વયચર્યાની ઝાંખી રેખા અહી સંભારી જઉં છું'.
- સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી.
એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના-ક૯૫નાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર–મારા આત્મામાં થયા કરતી હતી; રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની મારામાં પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા બેસવાની, અધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મેક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહી'. એની નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.
સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં ગયા હતા. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી
ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે; પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિના હેતુ નહતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે તેવી રસૃતિ બહુ જ થાડા મનુષ્યમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. હું અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતા. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતા. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિસરળવાત્સલ્યતામારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઈચ્છતા; સર્વમાં ભ્રાતૃભાવ હોય તો જ સુખ એ મને સ્વાભાવિક આવડયું હતું. લોકોમાં