Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૦૭
જેની ઉત્પતિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ કયાંથી હોય ?
અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પર દ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.
પરમસુખસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સવકાળને માટે, પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસકાર.
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું', એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિત્યસુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું', ત્યાં વિક્ષેપ શો ? વિકેપ શે ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમ શાંત ચૈતન્ય છું. હું નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપ ઉપયોગ કરુ છું', તમય થાઉં છું.
૩શાંતિઃ શાંતિઃ શાંતિ :