Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૨૫
માંડયાં એણે જાગૃતિનાં ચેતનપગલાં આપ્યા એણે વિચારરત્નરાશિઓ અને ભાખ્યાં શિક્ષાનાં સુવર્ણ સૂત્રો આત્મના અનુપમ ખેતી આરોગતા વિહરતો ધર્મના માનસરોવરે તે નિમલ બુદ્ધિના રાજહંસ; માનસિક શક્તિઓનો તે મહેરામણ, કાવ્યકલાપને તે દેવાંશી કલાધર; વિરાગ વિતરતિના તે મહા વૈભવી; આત્મસમૃદ્ધિનો તે સમ્રાટ; સૌજન્યને તે સુભગ સહકાર ક્ષમાને તે શીતળ ચંદનમ; અને દયાન તે દિગંબર મેઘ. પીધાં વીર વિવેકાનંદે રામકૃષ્ણના જીવનના અમૃતને તેમ જ એ સાધુચરિત રાજચંદ્રનાં મોંઘા અમૃત પીધાં મહાત્મા ગાંધીએ. ઊગ્યો તે રાજચંદ્ર મચ્છુકાંઠાના સીમાડે અને આથમ્યા અકાળે તે આજના આરે. કહે છે યોગભ્રષ્ટોને કાજે નથી આલેખાઈ આયુષ્યની લાંબી અવધે. અનાદિ સત્ય ઉચ્ચારે કે ચિત્રગુપ્તના ચોપડે આમાથીને આયુષ્યની ઓછપ છે. એવું જ આલેખે અવનિના ઇતિહાસ, ઈશુ આથમ્યા એના ઉગમ કાળમાં; શંકરે તો બે વીશીયે નથી માણી; એટલી જ અવધ ભોગવી સ્વામી રામતીર્થ. તો પછી રાજચંદ્ર ક્યાં વધુ પ્રકાશ્યા ? નથી સ્થપાયાં જીવનસાફલ્ય,
કે નથી નિર્મામાં આત્માનાં નૂર, શ્રી. ૧૫