Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 288
________________ પૂજ્યપાદ શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દી પ્રસંગે ભાવભીની અંજલિ | શ્રી સ્થળ : વવાણિયા દોહરા શ્રીમદ્દ કેરા સ્થાનમાં કૌતુક દીઠું' એક, દુઃખ ભુલાવે દિલનાં શાન્તિ પમાડે છેક. શ્રીમદ્ જન્મ વવાણિયા ગામ અનેરુ' ગણાય, તીર્થ સમ ભૂમિ બની, વિશ્વમહીં વખણાય. ભારત મહી' એક આતમાં નિજસ્વરૂપે લીન, ભૂત માત્ર ભગવાન દેખે પદનિર્વાહ હસ્તકીન. યુગાન્તરે જગ આવતા આત્મા કોઈ અદ્ભુત, કરતાં પાવન જગતને સ્વરૂપે થાતા તદ્રુપ, જગ પટાંગણ જીવ સૌ કરતા કર્મના ખેલ, વાસના ક્ષયે, જગક્ષય શ્રીમદ્ સિદ્ધાંત અર્પેલ. સદગુરુને સત્સંગ વીણ મળશે નહી' આતમજ્ઞાન, શ્રીમદ્દ સમજાવે શુદ્ધરૂપ જ્ઞાને થાયે નિજ ભાન. દેહાધ્યાસ છૂટે નહી મન માયામાં લપટાય, શ્રીમદ્દ વૈરાગ્ય વીણ જીવ પાછા પલટાય. સમ્યફ દષ્ટિ સમ્યક જીવન વિચાર સમ્યફ થાય, શ્રીમદ્ કથન કથી રહ્યા આત્મા સ્વાનુભવે સમજાય. બાહ્ય દષ્ટિ અંત૨ કરી વૃત્તિ સમાવી સ્વરૂપ, શ્રીમદ્ સુણાવે સાધને નિદિધ્યાસને નિજરૂપ. આત્મા તે પરમાત્મા શુદ્ધ સ્વરૂપ તું જાણુ, શ્રીમદ્ આત્મદર્શન કરી મહા સુખને માણું, આચાય દલપતભાઈ વૈષ્ણવ

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300