Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
૨૦૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
સપુરુષનો વેગ પામ તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો કવચિત જ તે ચોગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.
તે સમાગમના ચોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મેળી પાડવા જે જીવ ઇરછે છે તે જીવ માળી પાડી શકે છે અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણા અવકાશ પ્રાપ્ત કરી શકે છે. | આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવને સપુરુષોનો સમાગમ અને સશાસ્ત્રનું શ્રવણ વિશેષ કરી હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વતતી હોય તે જીવમાં સપુરુષનાં વચનનું અથવા સશાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે.
આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મેળી પાડવાનું અને સશાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે. કેમ કે જીવન અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શકયા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે.
સર્વ મુમુક્ષઓએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કર ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.