Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
(૭૮૩
મુંબઈ, અષાડ સુદ ૪, રવિ, ૧૯૫૩.
શ્રી સોભાગને નમસ્કાર
શ્રી સાભાગની મુમુક્ષુદશા તથા જ્ઞાનીના માગ પ્રત્યેનો તેને અભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાથ સ્વરૂપ જાણે છે.
જન્મ, મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક (સર્વથા) ક્ષય થવાના ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જો સપુરુષના સમાગમને લાભ પામે છે તો તે ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સપુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવા સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગોની પ્રતીતિ અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને દુર્લભ છે.
e મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી એ પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં દર્શાવ્યું (ઉપદેશ્ય) છે.
પ્રત્યક્ષ સપુરુષના સમાગમ અને આશ્રયમાં વિચારતાં મુમુક્ષુઓને મેક્ષ સંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલપકાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમના વેગ પામવો દુર્લભ છે. તે જ સમાગમમાં યાગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વતે છે.